________________
૩૫૬
પંચસંગ્રહ-૨
પ્રયત્નશીલ આત્માને યથાપ્રવૃત્તકરણ-અપ્રમત્તગુણઠાણાના ચરમ સમયે યથાપ્રવૃત્ત સંક્રમ વડે સંક્રમાવતાં જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે.
દેશોન પૂર્વક્રોડ વર્ષ પર્યંત ચારિત્રનું પાલન કરીને ક્ષપકશ્રેણિ પર આરૂઢ આત્માને યથાપ્રવૃત્તકરણના ચરમસમયે વિધ્યાતસંક્રમ વડે સંક્રમાવતાં વચલા આઠ કષાયનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. મૂળ ટીકામાં ઉપરોક્ત ચોવીસે પ્રકૃતિઓ માટે પૂર્વક્રોડ વર્ષ પર્યત ચારિત્રનું પાલન કરી ક્ષપકશ્રેણિ પર આરૂઢ થનાર આત્માને યથાપ્રવૃત્તકરણના ચરમસમયે યથાપ્રવૃત્ત સંક્રમ વડે સંક્રમાવતાં જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે. ત્યારપછી થતા અપૂર્વકરણે તો ગુણસંક્રમ પ્રવર્તતો હોવાથી જઘન્ય પ્રદેશસંક્રમ ઘટી શકતો નથી. તત્ત્વ જ્ઞાની મહારાજ જાણે. ૧૦૮
हस्सगुणद्धं पूरिय सम्मं मीसं च धरिय उक्कोसं । . कालं मिच्छत्तगए चिरउव्वलगस्स चरिमम्मि ॥१०९॥ हुस्वगुणाद्धां पूरयित्वा सम्यक्त्वं मिश्रं च धृत्वोत्कृष्टं ।
कालं मिथ्यात्वं गतस्य चिरोद्वलकस्य चरिमे ॥१०९॥
અર્થ–સમ્યક્ત ઉત્પન્ન કરીને અલ્પ ગુણસંક્રમના કાળ વડે સમ્યક્ત અને મિશ્રમોહનીયને પૂરીને, અને તેનું સમ્યક્તના ઉત્કૃષ્ટ કાળ પર્યત પાલન કરીને મિથ્યાત્વે ગયેલા પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઉઠ્ઠલના કરનારને દ્વિચરમ ખંડના ચરમ સમયે મિથ્યાત્વમાં સંક્રમાવતાં તેનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે.
ટીકાનુ–સમ્યક્ત ઉત્પન્ન કરીને અલ્પકાળ પર્યત ગુણસંક્રમ વડે મિથ્યાત્વ મોહનીયના દળથી સમ્યક્ત અને મિશ્રમોહનીયને પૂરીને–ભરીને સમ્યક્તનો જે એકસો બત્રીસ સાગરોપમ ઉત્કૃષ્ટ કાળ છે, તેટલો કાળ સમ્યક્ત ધારણ કરીને–પાલન કરીને ત્યારબાદ મિથ્યાત્વે જાય. ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે થનારી ઉઠ્ઠલના વડે સમ્યક્ત અને મિશ્રમોહનીયને ઉવેલતા તેના દ્વિચરમ ખંડના દલિકને ચરમ સમયે મિથ્યાત્વરૂપ પરપ્રકૃતિમાં જેટલું સંક્રમાવે તે તેનો જઘન્ય પ્રદેશસંક્રમ કહેવાય છે.
દરેક ખંડને ઉકેલતા અંતર્મુહૂર્ત થાય છે, તેમ દ્વિચરમખંડને ઉવેલતા પણ અંતર્મુહૂર્ત થાય છે. વળી ઉઠ્ઠલનામાં સ્વમાં જે સંક્રમ થાય તે કરતાં પરમાં ઉત્તરોત્તર અલ્પ થાય છે એટલે કિચરમ ખંડનો ચરમ સમયે મિથ્યાત્વરૂપ પર પ્રકૃતિમાં જે સંક્રમ થાય તે જઘન્ય પ્રદેશ સંક્રમ કહ્યો છે. ચરમખંડના દલિકને તો પરમાં પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત
૧. ગુણ કે ભવનિમિત્તે અબધ્યમાન પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય છે એમ પહેલાં આ જ કરણની ગાથા ૬૯ની ટીકામાં કહ્યું છે. અરતિ, શોક, અસ્થિર ત્રિક અને અસાતવેદનીય એ છ પ્રકૃતિઓ બંધમાંથી છઠ્ઠા ગુણસ્થાનકે જાય છે એટલે સાતમા ગુણસ્થાનકે તેનો વિધ્યાતસંક્રમ વડે સંક્રમાવતાં જઘન્ય પ્રદેશ સંક્રમ થવો જોઈએ. પરંતુ અહીં યથાપ્રવૃત્તસંક્રમ વડે સંક્રમાવતા જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે.
૨. સમ્યક્ત ઉત્પન્ન કરીને ત્યારબાદ અંતર્મુહૂર્ત સુધી ચડતા પરિણામવાળો રહે છે, તેથી તેટલો કાળ મિથ્યાત્વનાં દલિકોને મિશ્ર અને સમ્યક્તમાં. અને મિશ્રના સમ્પર્વમાં ગુણસંક્રમ વડે સંક્રમાવે છે. અહીં જેટલો અલ્પકાળ હોઈ શકે તેટલો કાળ લેવાનો છે. કેમ કે જઘન્ય પ્રદેશસંક્રમ કહેવાનો છે.