________________
બંધનકરણ
અહીંથી આગળ પણ એક વીયવિભાગ અધિક કોઈ આત્મપ્રદેશ નથી, તેમજ બેત્રણ કે સંખ્યાતા વિર્યાણ અધિક પણ કોઈ આત્મપ્રદેશ નથી, પરંતુ અસંખ્યાતાલોકાકાશ પ્રદેશપ્રમાણ વિર્યાણ અધિક આત્મપ્રદેશો મળી શકે છે. સરખે સરખા તેટલા વિર્યાણુવાળા આત્મપ્રદેશોનો જે સમુદાય તે ત્રીજા સ્પર્ધ્વકની પહેલી વર્ગણા છે. ત્યારબાદ એક વર્યાણ અધિક જીવપ્રદેશના સમૂહની બીજી વર્ગણા. એમ ચડતા ચડતા વિર્યાણુવાળા જીવપ્રદેશોની સૂચિ શ્રેણિના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ પ્રમાણ અસંખ્યાતિ વર્ગણાઓ થાય છે. તેઓનો જે સમુદાય તે ત્રીજું સ્પર્ધ્વક થાય છે. આ જ ક્રમે સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ અન્ય અન્ય સ્પદ્ધકો થાય છે. આ પ્રમાણે સ્પર્ધ્વકનું સ્વરૂપ કહ્યું. ૭. હવે યોગસ્થાનકનો વિચાર કરે છે–
सेढीअसंखभागिय फड्डेहिं जहन्नयं हवइ ठाणं । अंगुलअसंखभागुत्तराई भुओ असंखाइ ॥८॥ श्रेण्यसंख्येयभागिकैः स्पर्द्धकैर्जन्यं भवति स्थानम् ।
अङ्गलासंख्येयभागोत्तराणि भूयोऽसंख्येयानि ॥८॥ અર્થ–શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ રૂદ્ધકો વડે જઘન્ય યોગસ્થાનક થાય છે. અંગુલના અસંખ્યાતમા-ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ અધિક અંબિક સ્પદ્ધકો વડે અન્ય અન્ય અસંખ્યાતા યોગસ્થાનકો થાય છે. આ ટીકાનુ–પૂર્વની ગાથામાં જેના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે એવા સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ અસંખ્ય પદ્ધકો વડે જઘન્ય યોગસ્થાનક થાય છે. આ યોગસ્થાનક ઓછામાં ઓછા વીર્યવ્યાપારવાળા ભવપ્રથમસમયે વર્તમાન સૂક્ષ્મનિગોદીયા જીવને હોય છે. આ જ ક્રમે અધિક અધિક વીર્યવ્યાપારવાળા અન્ય અન્ય જીવોનાં બીજાં પણ અસંખ્ય યોગસ્થાનકો થાય છે.
• તે આ પ્રમાણે ઉક્ત–સૂક્ષ્મનિગોદથી કંઈક અધિક વીર્યવ્યાપારવાળા અન્ય જીવના સઘળા આત્મપ્રદેશો સમાન વીર્યવ્યાપારવાળા નથી હોતા, પરંતુ કાર્યના નજીક કે દૂરપણાને લઈને ઓછાવત્તા વીર્યવ્યાપારવાળા હોય છે. તેમાં જે ઓછામાં ઓછા વીર્યવ્યાપારવાળા આત્મપ્રદેશો છે તેનો જે સમુદાય તે બીજા યોગસ્થાનકના પહેલા સ્પર્ધ્વકની પહેલી વર્ગણા થાય છે. તેમાં વિર્યાણુની સંખ્યા પહેલા યોગસ્થાનકના છેલ્લા સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણામાંના કોઈ પણ આત્મપ્રદેશ ઉપર જેટલા વીર્યાણુ છે તેમાં અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ વીર્યાણુ ઉમેરીએ અને જે સંખ્યા થાય તેટલી હોય છે. એક વર્યાણ અધિક વીર્યવ્યાપારવાળા આત્મપ્રદેશના સમુદાયની બીજી વર્ગણા, બે વીર્યાવિભાગ અધિક વીર્યવ્યાપારવાળા આત્મપ્રદેશના સમૂહની ત્રીજી વર્ગણા, ત્રણ વર્યાવિભાગ અધિક વીર્યવ્યાપારવાળા આત્મપ્રદેશના સમૂહની ચોથી વર્ગણા, આ પ્રમાણે
૧. અસંખ્યાત સ્પદ્ધક પ્રમાણ એક જીવના એક સમયના વ્યાપારને યોગસ્થાન કહે છે. એક યોગસ્થાનકમાં એક આત્માના એક સમયના વીર્યવ્યાપારનો સમાવેશ થાય છે.