________________
પંચસંગ્રહ-૨
આ પહેલી જઘન્ય વર્ગણામાં ઘનીકૃતલોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રતરના જેટલા આકાશપ્રદેશો થાય તેટલા આત્મપ્રદેશો હોય છે.
એક વર્યાણુ વડે અધિક ઘનીકૃતલોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રતરપ્રમાણ જીવપ્રદેશોનો જે સમુદાય તે બીજી વર્ગણા. બે વર્યાણ અધિક ઘનીકૃતલોકના અસંખ્યાતમાં ભાગમાં રહેલ અસંખ્યuતર પ્રમાણ જીવપ્રદેશોનો જે સમુદાય તે ત્રીજી વર્ગણા. ત્રણ વર્યાણુ અધિક તેટલા જ જીવપ્રદેશોના સમુદાયરૂપ ચોથી વર્ગણા. આ પ્રમાણે એક એક વર્યાણુ વડે અધિક અધિક તેટલા તેટલા જીવપ્રદેશોના સમુદાયરૂપ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય આકાશપ્રદેશપ્રમાણ અસંખ્યાતી વર્ગણાઓ થાય છે. આ રીતે વર્ગણાનું સ્વરૂપ કહ્યું. ૬ હવે સ્પર્ધકનું સ્વરૂપ કહે છે–
ताओ फड्डगमेगं अओ परं नत्थि रूवबुड्डीए । . નાવ સંવત્નો પુદ્ગવિશાપોr તો પng Iછા ताः स्पर्द्धकमेकं अतः परं नास्ति रूपवृद्धया ।
यावदसंख्येया लोकाः पूर्वविधानेन ततः स्पर्द्धकानि ॥७॥ અર્થ–તે વર્ગણાઓના સમૂહને રૂદ્ધક કહે છે. ત્યારપછી એક એક વર્યાણ અધિક કોઈ આત્મપ્રદેશ નથી, પરંતુ અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ વિર્યાણુ વડે અધિક આત્મપ્રદેશ મળી શકે છે. ત્યારપછી પૂર્વપ્રકારે સ્પર્ધક થાય છે.
ટીકાનુ–જઘન્યવર્ગણાથી એક એક અધિક વિર્યાણુવાળી સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય આકાશપ્રદેશપ્રમાણ અસંખ્યાતી વર્ગણાના સમૂહને સ્પર્ધ્વક કહે છે. આ પહેલું પદ્ધક થયું. અહીં સુધી એક એક અધિક વિર્યાણુ પ્રમાણ વ્યાપારવાળા આત્મપ્રદેશો મળી શકે છે.
અહીંથી આગળ એક વિર્યાણુ પ્રમાણ અધિક વીર્યવ્યાપારવાળો કોઈ આત્મપ્રદેશ મળી શકતો નથી. તેવી જ રીતે બેત્રણ કે સંખ્યાતા વિર્યાણુ પ્રમાણ અધિકે વીર્યવ્યાપારવાળા પણ કોઈ આત્મપ્રદેશ મળી શકતા નથી, પરંતુ અસંખ્યાતલોકાકાશ પ્રદેશપ્રમાણ વીર્વાણુ વડે અધિક વીર્યવ્યાપારવાળા જીવપ્રદેશો મળી શકે છે. આ રીતે જ વીર્યવ્યાપારની વૃદ્ધિ થવામાં જીવસ્વભાવ જ કારણ છે. સમાન વીર્યવ્યાપારવાળા તે આત્મપ્રદેશોનો જે સમુદાય તે બીજા સ્પદ્ધકની પહેલી વર્ગણા થાય છે. ત્યારપછી પૂર્વના ક્રમે વર્ગણાઓ થાય છે. જેમ કે–પહેલી વર્ગણાથી એક વીર્યાવિભાગ અધિક જીવપ્રદેશોના સમૂહની બીજી વર્ગણા, બે વીર્યાવિભાગ અધિક જીવપ્રદેશોના સમૂહની ત્રીજી વર્ગણા, એમ એક એક વીર્યાવિભાગ અધિક અધિક જીવપ્રદેશોના સમૂહરૂપ સૂચિશ્રેણિના અસંખ્યાતમાભાગમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ અસંખ્યાતિ વર્ગણાઓ થાય છે. તેઓનો જે સમુદાય તે બીજું સ્પર્ધક થાય છે.
૧. અનુક્રમે એકેક અધિક વર્યાણુએ ચડતી વર્ગણોના સમૂહને રૂદ્ધક કહે છે.