________________
સંક્રમણકરણ
૩૨૭
ગાથામાં કહેલ છત્રીસ કર્મપ્રકૃતિઓને અંતર્મુહૂર્વકાળે સંપૂર્ણપણે ઉકેલે છે–નાશ કરે છે.
ગાથામાં કહેલ “છત્તીસ નિટ્ટ પદ અન્યના ઉપલક્ષણ રૂપ હોવાથી ક્ષાયિક સમ્યક્ત ઉપાર્જન કરતા ચોથાથી સાતમા ગુણસ્થાનવર્સી આત્માઓ અનંતાનુબંધી, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયને પણ અંતર્મુહૂર્વકાળે ઉવેલે છે એમ સમજવું. આ ગાથામાં તેર પ્રકૃતિના ઉલનાના સ્વામી કહ્યા. અહિ જેટલી પ્રકૃતિઓ માટે ઉશ્કલનાનો અંતર્મુહૂર્ણકાળ કહ્યો તે સિવાયની અન્ય પ્રકૃતિઓ માટે ઉદ્ધલનાનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સમજવો. ૭૫ •
આ પ્રમાણે ઉઠ્ઠલના સંક્રમનું સ્વરૂપ કહ્યું. હવે યથાપ્રવૃત્ત સંક્રમનું સ્વરૂપ કહે છે
संसारत्था जीवा सबंधजोगाण तद्दलपमाणा । संकामे तणुरूवं अहापवत्तीए तो णाम ॥७६॥ संसारस्था जीवाः स्वबंधयोग्यानां तद्दलप्रमाणात्( स्य)।
संक्रमयन्ति तदनुरूपं यथाप्रवृत्त्या ततः नाम ॥७६॥
અર્થ સંસારસ્થ જીવો સ્વબંધયોગ્ય પ્રકૃતિના દલિકોને તે તે પ્રકૃતિઓના સત્તાગત દલને અનુરૂપ યોગાનુસારે સંક્રમાવે છે માટે તેનું યથાપ્રવૃત્ત' એવું નામ છે.
ટીકાન-થાપ્રવૃત્ત સંક્રમ એટલે યોગની પ્રવૃત્તિને અનુસરીને થનારો સંક્રમ. યોગની પ્રવૃત્તિ અલ્પ હોય તો અલ્પ દલિકોનો સંક્રમ થાય, મધ્યમ પ્રવૃત્તિ હોય તો મધ્યમ થાય અને યોગની પ્રવૃત્તિ ઉત્કૃષ્ટ હોય તો–વધારેમાં વધારે દલિકોનો સંક્રમ થાય. યોગની પ્રવૃત્તિને અનુસરીને જ આ સંક્રમ થતો હોવાથી યથાપ્રવૃત્ત સંક્રમ એવું તેનું સાન્વય નામ છે.
આ સંક્રમ વડે સંસારમાં વર્તનાર આત્માઓ સ્વબંધ યોગ્ય ધ્રુવબંધિ કે અધુવબંધિ પ્રકૃતિઓના દલિકને–જે કર્મપ્રકૃતિના દલિકને સંક્રમાવે છે તેના સત્તાગત દલિકને–અનુરૂપ
૧. ૭૪મી ગાથામાં ૪૯ પ્રકૃતિઓના અને ૭૫મી ગાથામાં ૧૩ પ્રકૃતિઓના કુલ-૬૨ પ્રકૃતિઓના સ્વામી કહ્યા. તેમાં મિશ્ર મોહનીય પહેલા ગુણસ્થાનકે અને ક્ષાયિક સમ્યત્વ ઉપાર્જન કરતાં પણ ઉવેલાય ' છે. અને નરકદ્વિક એકેન્દ્રિયમાં તેમજ નવમા ગુણસ્થાનકે ઉવેલાય છે. માટે તે ત્રણે પ્રકૃતિ બે વાર ન ગણતાં
એક જ વાર લેવાથી કુલ ૬૨માંથી ૩ બાદ કરતાં ૫૯ થાય છે. વળી ૭૪મી ગાથામાં બંધનના પંદર ભેદની વિવક્ષા કરીને આહારક સપ્તક લીધું છે. જ્યારે ૭૫મી ગાથામાં બંધન પાંચની વિવક્ષા કરીને વૈક્રિય ચતુષ્ક - લીધું છે. જો બન્ને સ્થળે પંદર બંધન વિવલીએ તો ૭૪મી ગાથામાં કહેલ ૪૯ અને ૭૫મી ગાથામાં કહેલ ૧૬ = કુલ ૬૫ થાય. તેમાંથી મિશ્ર અને નરકદ્ધિક બાદ કરતાં ૬૨ પ્રકૃતિઓ ઉદ્ધલના યોગ્ય થાય. અને જો બન્ને સ્થળે પાંચ બંધન વિવલીએ તો ૭૪મી ગાથામાં કહેલ ૪૬ અને ૭૫મી ગાથામાં કહેલ ૧૩ = કુલ પટમાંથી મિશ્ર તથા નરકદ્ધિક બાદ કરતાં પ૬ પ્રકૃતિઓ ઉકલના યોગ્ય થાય છે. ઉકલના યોગ્ય તેટલી જ પ્રકૃતિઓ છે. અન્ય પ્રકૃતિઓમાં ઉદ્ધલના સંક્રમ પ્રવર્તતો નથી.
અહીં એ ધ્યાનમાં રાખવાનું છે કે સમ્યક્વમોહનીયની ઉદ્ધલના પહેલે કહી પરંતુ ક્ષાયિક ઉપાર્જન કરતાં ચોથા આદિમાં ન કહી. કારણ કે ઉદ્વલના સંક્રમ વડે સ્વ અને પર એમ બન્નેમાં દલિક જાય છે. ચોથા આદિમાં સમ્યક્વમોહનીયનું દલ દર્શન મોહનીય તથા ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નહિ હોવાથી પરમાં જશે નહિ, માત્ર સ્વમાં જ જશે માટે ચતુર્ણાદિમાં તેની ઉદ્ધલના ન કહી.