________________
૩૨૬
છત્રીસ કર્મપ્રકૃતિઓનો અનિવૃત્તિ બાદરસંપરાયવર્તી આત્મા નાશ કરે છે. ૭૪,
ટીકાનુ—ઉદ્ગલના સંક્રમ વડે જે પ્રકારે ક્રમપ્રકૃતિઓને સત્તામાંથી નિર્મૂળ કરવાનો પૂર્વની ગાથાઓમાં વિધિ કહ્યો તે પ્રકારે અવિરતિ છતો આહા૨ક સપ્તકનો નાશ કરે છે એટલે કે વિરતિપણામાંથી જે સમયે આહા૨ક સપ્તકની સત્તાવાળો આત્મા અવિરતિપણું. પ્રાપ્ત કરે તે સમયથી અંતર્મુહૂર્ત જવા બાદ આહા૨ક સપ્તકની ઉદ્ઘલનાનો આરંભ કરે છે, અને તેને પલ્પોપમના અસંખ્યાતમા ભાગે નિર્મૂળ કરે છે.
પંચસંગ્રહ-૨
તથા અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરત કે સર્વવિરત આત્મા અનંતાનુબંધી, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયને અન્તર્મુહૂર્ત કાળે પૂર્ણ પ્રકારે ઉવેલે છે.
તથા મધ્યમ આઠ કષાય, નવ નોકષાય, ત્યાનહિઁત્રિક, નામકર્મની તેર પ્રકૃતિ અને સંજ્વલન ક્રોધ, માન, માયા એ છત્રીસ પ્રકૃતિઓને અનિવૃત્તિ બાદર સંપરાય નામના નવમા ગુણસ્થાનકવર્તી આત્મા પૂર્વોક્ત પ્રકારે અંતર્મુહૂર્તકાળે ઉવેલે છે. આ ગાથામાં ઓગણપચાસ પ્રકૃતિઓની ઉદ્ઘલનાના સ્વામી કહ્યા. ૭૪
सम्ममीसाई मिच्छो सुरदुगवेउव्विछकमेगिंदी । सुहुमतसुच्चमणुदुगं अंतमुहुत्तेण अणिअट्टी ॥७५॥
सम्यक्त्वमिश्रे मिथ्यादृष्टिः सुरद्विकवैक्रियषट्कमेकेन्द्रियः । सूक्ष्मत्रस उच्चैर्मनुजद्विकं अन्तर्मुहूर्त्तेणानिवृत्तिः ॥७५॥
અર્થ—સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયનો મિથ્યાર્દષ્ટિ નાશ કરે છે. સુરદ્ધિક અને વૈક્રિય ષટ્કનો એકેન્દ્રિય નાશ કરે છે. અને ઉચ્ચ ગોત્ર તથા મનુષ્યદ્વિકનો સૂક્ષ્મત્રસ નાશ કરે છે. અનિવૃત્તિ આત્મા અંતર્મુહૂર્નકાળે છત્રીસ પ્રકૃતિઓને ઉવેલે છે.
ટીકાનુ—અઠ્ઠાવીસની સત્તાવાળો મિથ્યાર્દષ્ટિ આત્મા સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયને પૂર્વોક્ત પ્રકારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ કાળે ઉવેલે છે નામકર્મની પંચાણુંની સત્તાવાળો એકેન્દ્રિય આત્મા પહેલા દેવદ્ધિકને ઉવેલે છે, ત્યારબાદ વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, વૈક્રિય બંધન, વૈક્રિય સંઘાતન, અને નરકદ્વિક એ વૈક્રિયષકને એકસાથે પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ કાળે ઉવેલે છે. તથા સૂક્ષ્મત્રસ-તેઉકાય અને વાયુકાય આત્મા પ્રથમ ઉચ્ચ ગોત્રને અને ત્યારબાદ મનુજદ્ધિકને પૂર્વોક્ત ક્રમે પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ કાળે ઉવેલે છે.૨
‘‘પતિયાસંહિયમામેળ ળફ ખિÐi'' એ ગાથાના પાદ વડે ઉદ્ગલના સંક્રમ વડે ઉવેલાતી કર્મપ્રકૃતિઓનો સામાન્ય રીતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ કાળ કહ્યો છે, તેમાં અહીં અપવાદ કહે છે—અનિવૃત્તિ બાદરસંપરાય નામે નવમા ગુણસ્થાનકવર્તી આત્મા પૂર્વોક્ત ૭૪મી
૧. આહા૨ક સપ્તકની સત્તા અવિરતિપણામાં ટકતી નથી, વિરતિપણામાં જ ટકી રહે છે. ૨. પહેલાં વૈક્રિયષટ્કાદિ પ્રકૃતિ ઉવેલાયા બાદ ઉચ્ચ ગોત્ર અને ત્યારબાદ મનુજદ્વિક ઉવેલાય છે તે ખ્યાલમાં રાખવું.