________________
૩૨૨
પંચસંગ્રહ-૨
લઈ દૂર કરે છે એમ અંતર્મુહૂર્વકાળે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડને એકસાથે દૂર કરે છે.
દાખલા તરીકે–પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સો સ્થિતિસ્થાનક કલ્પીએ તો પહેલા સમયે તે સોએમાંથી દલિકો લઈ દૂર કરે, બીજા સમયે પણ સોએમાંથી દલિકો દૂર કરે, તેમ અંતર્મુહૂર્તના છેલ્લા સમયે પણ સોએમાંથી દલિકો લઈ તેવડા ખંડને ખલાસ કરે. ત્યારબાદ બીજો ખંડ લે તેને પણ પૂર્વોક્ત ક્રમે દૂર કરે, વળી ત્રીજો ખંડ લે તેને પણ એ જ ક્રમે ખાલી કરે.
અહીં વિશેષ એ છે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે ખંડ લેવાનો કહ્યો છે તે નાનો નાનો સમજવો. પહેલો ખંડ મોટો, બીજો નાનો, ત્રીજો તેનાથી નાનો, એમ દ્વિચરમખંડ પર્યત સમજવું. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ હોવાથી બની શકે છે.
આ પ્રમાણે અહીં સ્થિતિના ખંડોમાં તારતમ્ય હોવાથી અનન્તરોપનિધા વડે અને પરંપરોપનિધા વડે એમ બે રીતે વિચાર થઈ શકે છે. તેમાં અનંતરોપનિધા વડે તો દ્વિચરમખંડ પર્યત પૂર્વ પૂર્વ ખંડથી ઉત્તરોત્તર ખંડ નાના નાના છે એ વિચારી ગયા. હવે પરંપરોપનિધા વડે વિચાર કરે છે, તે આ પ્રમાણે–
પહેલા સ્થિતિખંડની અપેક્ષાએ કેટલાએક સ્થિતિના ખંડો સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાત ભાગ હીન હોય છે, કેટલાએક સંખ્યાતભાગહીન હોય છે, કેટલાક સંખ્યાતગુણ હીન હોય છે, તો કેટલાક અસંખ્યાતગુણ હીન હોય છે.
જ્યારે પ્રદેશ પરિણામની અપેક્ષાએ વિચાર કરીએ ત્યારે સ્થિતિના પહેલા ખંડમાં કુલ જે દલિક હોય છે, તેનાથી સ્થિતિના બીજા ખંડમાં વિશેષાધિક હોય છે, તેનાથી ત્રીજામાં વિશેષાધિક હોય છે, એમ પૂર્વ પૂર્વ ખંડથી ઉત્તરોત્તરખંડમાંથી વિશેષાધિક વિશેષાધિક દલિકો દ્વિચરમખંડ પર્યત હોય છે. દલિકોની અપેક્ષાએ અનંતરોપનિધા વડે આ પ્રમાણે વિચાર કર્યો.
હવે પરંપરોપનિધા વડે દલિકોની અપેક્ષાએ વિચાર કરે છે તે આ પ્રમાણે–પહેલા સ્થિતિખંડથી દલિકની અપેક્ષાએ કોઈક સ્થિતિખંડ અસંખ્યાતભાગ અધિક હોય છે, કોઈક સંખ્યાતભાગ અધિક હોય છે, કોઈક સંખ્યાતગુણ અધિક હોય છે, તો કોઈ અસંખ્યાતગુણ અધિક હોય છે.
હવે નહિ કહેલ છેલ્લા ખંડ માટેની હકીકત કહે છે–દ્વિચરમસ્થિતિખંડથી ચરમસ્થિતિખંડ સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાતગુણ છે, એટલે કે જેવડા પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ દ્વિચરમસ્થિતિખંડ છે તેનાથી અસંખ્યાત ગુણ મોટા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ચરમસ્થિતિખંડ છે. ગાથામાં કહેલ “તું” શબ્દ અધિક અર્થને સૂચવતો હોવાથી છેલ્લો સ્થિતિખંડ પહેલા સ્થિતિખંડની અપેક્ષાએ દલિકોને આશ્રયી અસંખ્યાતગુણ મોટો અને સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ માત્ર છે તેમ સમજવું. ૭૧
આ પ્રમાણે ઉદ્ધલના સંક્રમ વડે દૂર કરવા માટે જે ખંડો છે તે કેટલા પ્રમાણવાળા લે તે હકીકત કહી. હવે દ્વિચરમખંડ સુધીના ખંડોમાંનાં દલિકો ક્યાં નાખે તે કહે છે–આટલી સ્થિતિ ઓછી થઈ, અમુક સ્થિતિનો ખંડ દૂર કર્યો તે ક્યારે કહેવાય કે જેટલી જેટલી સ્થિતિ દૂર થવાની