________________
સંક્રમણકરણ
૩૨૧
એટલે એ સંક્રમ વડે સત્તાગત સ્થિતિના અગ્રભાગમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેવડા ખંડને લઈ તેને અંતર્મુહૂર્તકાળે નાશ કરે છે. વળી બીજો ખંડ લે છે તેને અંતર્મુહૂર્વકાળે નાશ કરે છે, એ પ્રમાણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને લેતો અને તેને અંતર્મુહૂર્વકાળે નાશ કરતો સત્તાગત સંપૂર્ણ સ્થિતિને અંતર્મુહૂર્વકાળે કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ કાળે નાશ કરે છે.
પહેલા ગુણઠાણે સમ્યક્ત, મિશ્રમોહનીયાદિને નિર્મૂળ કરતા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગપ્રમાણ કાળ જાય છે. અને ઉપરના ગુણઠાણે અનંતાનુબંધિ આદિ કર્મપ્રકૃતિઓને નિર્મૂળ કરતાં અંતર્મુહૂર્ત કાળ જાય છે.
આ હકીકત તથા કઈ કઈ પ્રકૃતિઓમાં ઉદ્વલના સંક્રમ પ્રવર્તે છે તે ક્રમપૂર્વક કહે છે–
પહેલાં ઉકલન યોગ્ય કર્મપ્રકૃતિઓના પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાત્ર સ્થિતિખંડને અંતર્મુહૂર્વકાળે ઉવેલ છે. ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ બીજા સ્થિતિખંડને ઉવેલ છે. ત્યારબાદ ત્રીજા સ્થિતિખંડને ઉકેલે છે, એ પ્રમાણે અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્વે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને ઉકેલતો-ખંડતો-ઉખેડતો-નાશ કરતો ઉવેલાતા તે કર્મને પલ્યોપમના અસંખ્યાતમાભાગ જેટલા કાળે નિર્લેપ કરે છે એટલે કે સંપૂર્ણપણે નિર્મૂળ કરે છે– સત્તા વિનાનું કરે છે.
અહીં એ ધ્યાનમાં રાખવું કે કોઈપણ કર્મને નિર્મૂળ કરવું હોય ત્યારે સ્થિતના અગ્રઉપરના ભાગથી નિર્મૂળ કરતો આવે છે, પરંતુ વચમાંથી કે ઉદય સમયથી નિર્મૂળ કરતો નથી. ૭૦.
પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને અંગે જે વિશેષ હકીકત છે તે
पढमाओ बीअखंडं विसेसहीणं ठिईए अवणेइ । एवं जाव दुचरिमं असंखगुणियं तु अंतिमयं ॥७१॥
प्रथमात् द्वितीयखण्डं विशेषहीनं स्थित्या अपनयति । __ एवं यावद् द्विचरमं असंख्येयगुणं तु अन्तिमम् ॥७१॥
અર્થ_સ્થિતિના પહેલા સ્થિતિખંડથી સ્થિતિનો બીજો ખંડ નાનો અંતર્મુહૂર્તે દૂર કરે છે. આ પ્રમાણે દ્વિચરમખંડ સુધી જાણવું. છેલ્લો ખંડ અસંખ્યયગુણ મોટો સમજવો.
ટીકાનુ–ઉલના સંક્રમ વડે પલ્યોપમના અસંખ્યાતમા-અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે સ્થિતિના ખંડો દૂર કરે છે–નષ્ટ કરે છે, તેમાં પહેલા સ્થિતિખંડથી બીજો સ્થિતિનો ખંડ નાનો દૂર કરે છે, ત્રીજો તેનાથી પણ નાનો દૂર કરે છે. એમ યાવતુ પૂર્વ પૂર્વથી નાના નાના સ્થિતિના
ખંડોને દ્વિચરમ સ્થિતિખંડ પર્યત દૂર કરે છે. તાત્પર્ય એ કે, પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ * પ્રમાણ સ્થિતિસ્થાનકોમાં રહેલાં દલિતોને એકસાથે દૂર કરવા પ્રયત્ન કરે છે તેટલાં તમામ
સ્થાનકોમાંથી પહેલા સમયે અમુક પ્રમાણમાં દલિકો લઈ દૂર કરે છે, બીજા સમયે તમામમાંથી - પંચ૦૨-૪૧