________________
સંક્રમણકરણ
૨૯૯
. બે આવલિકા ન્યૂન શા માટે ? એમ પૂછતા હો તો જણાવે છે–અંધવિચ્છેદ સમયે બંધાયેલી તે પુરુષવેદાદિ પ્રવૃતિઓની લતાને બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાનો આરંભ કરે છે. જે સમયથી સંક્રમથી શરૂઆત કરે તે સમયથી એક આવલિકા કાળે પૂર્ણપણે સંક્રમી જાય છે, સંક્રમાવલિકાના ચરમસમયે જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે, તેથી બંધાવલિકા અને સંક્રમાવલિકા પ્રમાણ કાળ ઓછો થઈ જાય છે માટે તે બે આવલિકા વિના અને અબાધાકાળ સહિત જે જઘન્ય સ્થિતિબંધ તે જઘન્ય સ્થિતિસંક્રમકાળે સ્થિતિ છે. સ્વામી અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકવર્તી ક્ષેપક આત્મા છે. માત્ર પુરુષવેદના જઘન્ય સ્થિતિસંક્રમનો અધિકારી પુરુષવેદના ઉદયે શ્રેણિ આરંભનાર જ હોય છે. આ જ હકીકતને સકારણ જણાવે છે–
પુરુષવેદ સિવાય અન્યવેદ ક્ષપકશ્રેણિ આરંભનાર હાસ્યાદિષક સાથે જ પુરુષવેદ ખપાવે છે. અને પુરુષવેદે ક્ષપકશ્રેણિ આરંભનાર હાસ્યાદિષકનો ક્ષય થયા પછી પુરુષવેદ ખપાવે છે. એટલે પુરુષવેદે જ્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે ત્યારે તેનો ક્ષય કરવામાં ઘણો કાળ મળી શકે છે. વળી જેનો ઉદય હોય છે તેની ઉદીરણા પણ પ્રવર્તે છે, માટે પુરુષવેદ ક્ષપકશ્રેણિ સ્વીકારનારને ઉદય ઉદીરણા વડે તેની ઘણી સ્થિતિ તૂટે છે–ભોગવાઈ ક્ષય થાય છે. આમ પુરુષવેદે શ્રેણિ પર આરૂઢ થયેલાને જ તેનો જઘન્ય સ્થિતિસંક્રમ સંભવે છે, અન્ય વેદે શ્રેણિ પર આરૂઢ થનારને સંભવતો નથી.
તથા સંક્રમ આશ્રયીને સયોગીકેવલી ગુણસ્થાનકે જેનો અંત થાય છે તે પ્રકૃતિઓનો સયોગીકેવલી ગુણસ્થાનકના ચરમસમયે જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. યોગ્યન્તક તે પ્રકૃતિઓ આ છે–નરકદ્ધિક, તિર્યશ્વિક, પંચેન્દ્રિય જાતિ સિવાય જાતિ ચતુષ્ક, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને ઉદ્યોત સિવાય નામકર્મની ૯૦ પ્રકૃતિઓ, સાત-અસાતવેદનીય, અને ઉચ્ચ-નીચ ગોત્ર આ ૯૪ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. કારણ કે સયોગીના ચરમસમયે એ ૯૪ પ્રકૃતિઓની સ્થિતિ સત્તામાં અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે.
' અંતર્મુહૂર્તપ્રમાણ તે સ્થિતિને ચરમસમયે સર્વાપવર્નના વડે અપવર્તાને-ઘટાડીને અયોગીના કાળ પ્રમાણ કરે છે. જો કે અયોગીનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે, પરંતુ તે પૂર્વોક્ત પ્રકૃતિઓના સત્તાકાળથી નાનું હોય છે. એટલે સર્વોપવર્તના વડે અયોગીના કાળપ્રમાણ સ્થિતિ રાખી બાકીની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને અપવર્તે છે. એટલે અહીં અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને ઘટાડવા રૂપ અપવર્તના સંક્રમ રૂપ સ્થિતિસંક્રમ પ્રવર્તે છે–થાય છે, તેથી જ તે ૯૪ પ્રકૃતિઓનો અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ કહ્યો છે. સયોગીના ચરમસમયે સર્વાપવર્નના થતી હોવાથી
૧. કોઈ પણ વેદ કે કષાયે શ્રેણિ આરંભવી એટલે તે તે વેદ કે કષાયનો ઉદય હોય ત્યારે તે તે શ્રેણિની શરૂઆત કરવી તે છે.
૨. પુરુષવેદ સિવાય અન્ય વેદે શ્રેણિ આરંભનાર હાસ્ય પક અને પુરુષવેદ સાથે જ ખપાવે છે ત્યારે પુરુષવેદે આરંભનાર હાસ્ય ષટ્રક પછી સમયોન બે આવલિકા કાળે પુરુષવેદને સત્તામાંથી દૂર કરે છે. આથી જ પુરુષવેદે શ્રેણિ માંડનારને પુરુષવેદનો ક્ષય કરવામાં ઘણો ટાઈમ મળી શકે છે. વળી એનો ઉદય હોવાથી ઉદય-ઉદીરણા દ્વારા ઘણું ભોગવાઈ જાય છે એટલે છેવટે સત્તામાં અલ્પ રહે છે.