________________
૨૯૮
પંચસંગ્રહ-૨
સ્થિતિને અપવર્તીને ઉદયાવલિકામાં સંક્રમાવે છે એમ માનવું જોઈએ. ૪૮ હવે પુરુષવેદાદિનો જઘન્ય સ્થિતિસંક્રમ કેટલો હોય તે કહે છે –
पुंसंजलणाण ठिई जहन्नया आवलीदुगेणूणा । अंतो जोगतीणं पलियासंखंस इयराणं ॥४९॥ पंसंज्वलनानां स्थितिः जघन्याऽऽवलीद्विकेनोना ।
अन्तो योग्यन्तानां पल्यासंख्यांश इतरासाम् ॥४९॥ અર્થ–પુરુષવેદ અને સંજવલન કષાયની અંતર્મુહૂર્ત ન્યૂન જે જઘન્યસ્થિતિ તે તેનો જઘન્ય સ્થિતિસંક્રમ છે. યસ્થિતિ અંતર્મુહૂર્ત સહિત બે આવલિકા ન્યૂન જઘન્ય સ્થિતિ છે. સયોગીગુણસ્થાનકે જેનો અંત થાય છે તેની અંતર્મુહૂર્ત પ્રમાણ અને ઇતર પ્રવૃતિઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે.
ટીકાનુ–પુરુષવેદનો આઠ વર્ષ, સંજવલન ક્રોધનો બે માસ, સંજવલન માનનો એક માસ અને સંજવલન માયાનો પંદર દિવસ પ્રમાણ જે જઘન્યસ્થિતિબંધ પહેલાં કહ્યો છે તે જ જઘન્યસ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન તે પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમે છે.
અહીં અંતર્મુહૂર્ત ન્યૂન શા માટે કહ્યો ? એ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે અબાધા રહિત સ્થિતિ અન્યત્ર સંક્રમે છે. કારણ કે અબાધા કાળમાં દળરચના થતી નથી, ઉપરના સમયથી થાય છે, એટલે અબાધાકાળથી ઉપરનાં સ્થાનકોમાં કર્મલિકનો સંભવ છે. કહ્યું છે કે,
અબાધાકાળ ન્યૂન કર્મસ્થિતિમાં દળરચના થાય છે, અબાધાકાળમાં થતી નથી.' જઘન્યસ્થિતિબંધ થાય ત્યારે અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ તો હોય છે જે માટે અંતર્મુહૂર્ત ન્યૂન જઘન્ય સ્થિતિબંધ એ પુરુષવેદાદિ પ્રકૃતિઓનો જઘન્યસ્થિતિસંક્રમ છે. જઘન્ય સ્થિતિસંક્રમકાળે તેઓની સ્થિતિ બે આવલિકા ન્યૂન અબાધા સહિત આઠ વર્ષાદિ જઘન્ય સ્થિતિબંધ પ્રમાણ. સમજવી.
૧અહીં પુરુષવેદાદિ પ્રવૃતિઓનો અંતર્મુહૂર્ત ન્યૂન જધન્યસ્થિતિબંધ પ્રમાણ જધન્યસ્થિતિસંક્રમ કહ્યો, કારણમાં એમ જણાવ્યું કે અબાધામાં તો દળરચના હોતી નથી. બરાબર છે, વિવક્ષિત સમયે બંધાયેલા કર્મની અબાધામાં તો દલ રચના હોતી નથી. પરંતુ પહેલાં બંધાયેલા છે જેનો અબાધાકાળ વીતી ગયો હોય છે તેની દળ રચના તો હોય છે. પહેલાં ટિપ્પનમાં જણાવી પણ ગયા કે “વિવક્ષિત સમયે બંધાયેલ કર્મનો અબાધાકાળ હોઈ શકે, આખી લતાનો નહિ અને તેથી જ ત્રીસ કોડાકોડી સાગરોપમાદિ પ્રમાણ બંધાયેલ કર્મસ્થિતિ બંધાવલિકા-ઉદયાવલિકા ન્યૂન સંક્રમી શકે છે એ પ્રમાણે અહીં બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની એમ બે આવલિકા ન્યુન આઠ વર્ષ પ્રમાણ સંક્રમે તે જઘન્યસ્થિતિસંક્રમ એમ કેમ ન કહ્યું ? અંતર્મુહુર્ત જૂન શા માટે કહ્યો ?
પ્રશ્ન ઠીક છે. પરંતુ આ પ્રશ્ન ત્યારે જ થાય કે જે સમયે ઉપરોક્ત પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ થાય તે સમયે અન્ય સમયોનાં બંધાયેલ કર્મદલો સત્તામાં હોય. પરંતુ તેમ નથી. જે સમયે પુરુષવેદાદિનો જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે તે સમયે પોતપોતાના વિચ્છેદ સમયે જે બંધાયું હોય છે તે જ સત્તામાં હોય છે, અન્ય કોઈ પણ સમયનું બંધાયેલ સત્તામાં હોતું નથી, કેમ કે ક્ષય થઈ ગયેલ હોય છે. માટે જ પુરુષવેદાદિ પ્રકૃતિઓનો અંતર્મુહર્ત ન્યૂન આઠ વર્ષાદિ પ્રમાણ જધન્ય સ્થિતિસંક્રમ કહ્યો છે.