________________
૨૩૭
સંક્રમણકરણ
ચારિત્રમોહનીયના પરસ્પર સંક્રમનો અભાવ છે.
અથવા અઠ્ઠાવીસની સત્તાવાળા ઔપમિક સમ્યગ્દષ્ટિનો સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી આવલિકા વીત્યા બાદ સમ્યક્ત્વમોહનીયમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો સંક્રમ થાય છે તેથી સમ્યક્ત્વમોહનીય પતદ્ગહ છે માટે તેને દૂર કરતા શેષ સત્તાવીસ પ્રકૃતિઓ સંક્રમમાં હોય છે. તથા તે જ અઠ્ઠાવીસની સત્તાવાળા અને આવલિકાની અંદર વર્ત્તતા એટલે કે સમ્યક્ત્વ પ્રાપ્ત થયા જેને આવલિકા વીતી નથી એવા ઔપમિક સમ્યગ્દષ્ટિને મિશ્રમોહનીય એ સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમતું નથી કારણ કે, સમ્યક્ત્વને અનુરૂપ વિશુદ્ધિના સામર્થ્ય વડે મિથ્યાત્વનાં પુદ્ગલો જ મિશ્રમોહનીય રૂપ અન્ય પરિણામને પ્રાપ્ત થયાં છે એટલે કે મિશ્રમોહનીયરૂપે પરિણમ્યાં છે. અન્ય પ્રકૃતિરૂપે પરિણામ કરવો—પરિણમાવવું તે સંક્રમ કહેવાય છે.
જે સમયે જેનો અન્ય પ્રકૃતિરૂપે પરિણામ થાય તે સમયથી આરંભી એક આવલિકા પર્યંત તે દલિક સકલ કરણને અયોગ્ય હોય છે, એટલે કે તેમાં કોઈ પણ કરણની પ્રવૃત્તિ થતી નથી. અહીં સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી આવલિકાની અંદર મિશ્રમોહનીયની સંક્રમાવલિકા પૂર્ણ થઈ નહિ હોવાથી તેનું દલિક સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમતું નથી. માત્ર મિથ્યાત્વમોહનીયનું જ સંક્રમે છે. સમ્યક્ત્વમોહનીયનો તો સમ્યક્ત્વીને સંક્રમ જ થતો નથી માટે તે બંને દૂર કરતાં શેષ છવ્વીસ પ્રકૃતિઓ સંક્રમમાં હોય છે.
ચોવીસની સત્તાવાળો સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે જવા છતાં અને ત્યાં ફરી પણ અનંતાનુબંધી કષાય બાંધે છે છતાં પણ સત્તા પ્રાપ્ત તે કષાયને સંક્રમાવતો નથી. કારણ કે સમ્યક્ત્વથી પડેલો અનંતાનુબંધિનો વિસંયોજક આત્મા અનંતાનુબંધિના બંધની ફરી શરૂઆત કરે છે પણ જે સમયે બાંધે તે સમયથી આરંભી એક આવલિકા પર્યંત તેમાં કોઈપણ કરણ લાગતું નથી, માટે મિથ્યાત્વ ગુણઠાણે બંધાવલિકા પર્યંત અનંતાનુબંધિનો સંક્રમ થતો નથી. અને મિથ્યાત્વમોહનીય એ મિશ્ર અને સમ્યક્ત્વમોહનીયનું પતદ્ગહ છે માટે અનંતાનુબંધિ અને મિથ્યાત્વ મોહનીય દૂર કરતાં શેષ ત્રેવીસ પ્રકૃતિઓ સંક્રમે છે.-૧+v=28-(+) = 23
આ પ્રમાણે વિચારતાં ચોવીસના સંક્રમસ્થાનનો અભાવ છે. તથા ચોવીસની સત્તાવાળા સમ્યગ્દષ્ટિને ક્ષાયિક સમ્યક્ત્વ ઉપાર્જન કરતા જ્યારે મિથ્યાત્વમોહનીયનો ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વમોહનીય સિવાય બાવીસ પ્રકૃતિઓ સંક્રમે છે. અહીં સત્તામાં ત્રેવીસ પ્રકૃતિઓ હોય છે.
અથવા ઉપશમશ્રેણિમાં વર્તમાન ઔપશમિક સમ્યગ્દષ્ટિ જ્યારે ચારિત્રમોહનીયનું અંતરકરણ કરે છે ત્યારે તેને સંજ્વલનલોભનો સંક્રમ થતો નથી. કારણ કે અંતરકરણ કરે ત્યારે પુરુષવેદ અને સંજ્વલન ચતુષ્કનો અનાનુપૂર્વિ-ઉત્ક્રમે સંક્રમ થતો નથી એ પહેલાં કહ્યું છે, તથા અનંતાનુબંધિનો ક્ષય અથવા સર્વોપશમ કરેલો હોવાથી તેનો સંક્રમ થતો નથી, અને સમ્યક્ત્વમોહનીય એ મિશ્ર તથા મિથ્યાત્વમોહનીયનું પતદ્ગહ છે માટે તેનો પણ સંક્રમ થતો નથી. તેથી સંજવલન લોભ, અનંતાનુબંધિ ચતુષ્ક અને સમ્યક્ત્વમોહનીય એ છ પ્રકૃતિ સિવાય શેષ બાવીસ પ્રકૃતિઓ સંક્રમે છે.
ઉપશમશ્રેણિમાં વર્તમાન તે જ ઉપશમ સમ્યગ્દષ્ટિને નપુંસકવેદ ઉપશમે ત્યારે એકવીસ