________________
૨૩૬
પંચસંગ્રહ-૨
પતથ્રહ સંક્રમ સત્તા, કાળ
ગુણસ્થાન ગોત્ર
૧ થી ૧૦ અંતરાય
અનાદિ અનંત | ૧ થી ૧૦ અનાદિ સાંત
સાદિ સાંત આયુષ્યમાં પરસ્પર સંક્રમ ન હોવાથી પતંગ્રહાદિ નથી.
મોહનીયકર્મનાં પંદર સત્તાસ્થાનકો છે. તે આ પ્રમાણે-૨૮-૨૭-૬-૨૪-૦૩-૨૨-૧૧૧૩-૧૨-૧૧-૫૩-૨-૧. કહ્યું છે કે –“આઠ, સાત, છ, ચાર, ત્રણ, બે અને એક અધિક વસ, તેર, બાર, અગિયાર, પાંચ અને તેમાંથી એક એક ન્યૂન કરતાં એક સુધીમાં કુલ પંદર મોહનીયકર્મનાં સત્તાસ્થાનકો છે.” સંક્રમસ્થાનકો ત્રેવીસ છે. તે આ પ્રમાણે-૧-૨-૩-૪-૫-૬-૭૮-૯-૧૦-૧૧-૧૨-૧૩-૧૪-૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૩-૨૫-૨૬-૨૭. કહ્યું છે કે—“આઠ અને ચાર અધિક વસ, એટલે કે અઠ્ઠાવીસ અને ચોવીસ તથા સત્તર, સોળ, અને પંદર એ પાંચ વર્જીને એકથી અઠ્ઠાવીસ સુધીનાં સઘળાં—એમ મોહનીયકર્મમાં કુલ ત્રેવીસ સંક્રમસ્થાનકો થાય છે; અહીં સત્તાસ્થાનકમાં જો કે અઠ્ઠાવીસ અને ચોવીસ એ બે કહ્યાં છે છતાં સંક્રમમાં તે હોતાં નથી માટે તે બંને સત્તાસ્થાનકો સંક્રમસ્થાનમાંથી કાઢી નાખ્યાં છે.
શા માટે સંક્રમમાં હોતાં નથી? તો કહે છે–અઠ્ઠાવીસની સત્તાવાળા મિથ્યાષ્ટિને મિથ્યાત્વ એ સમ્યત્વ અને મિશ્રમોહનીયનું પતગ્રહ છે માટે મિથ્યાત્વ, સિવાયની શેષ સત્તાવીસ પ્રકૃતિઓ જ સંક્રમે છે, અઠ્ઠાવીસ સંક્રમતી નથી. તેમાં ચારિત્રમોહનીય પચીસ પ્રકૃતિઓ ચારિત્રમોહનીયમાં પરસ્પર સંક્રમે છે, અને મિથ્યાત્વમોહનીયમાં મિશ્ર અને સમ્યક્વમોહનીય સંક્રમે છે. કેમકે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનું પરસ્પર સંક્રમણ થતું નથી.
અનંતાનુબંધના વિસંયોજક ચોવીસની સત્તાવાળા સમ્યગ્દષ્ટિને સમ્યક્વમોહનીય એ મિશ્ર અને મિથ્યાત્વમોહનીયનું પતગ્રહ હોવાથી તે વિના શેષ ત્રેવીસ પ્રકૃતિઓ જ સંક્રમે છે, ચોવીસ સંક્રમતી નથી માટે ચોવીસ પ્રકૃતિરૂપ સંક્રમસ્થાનક નથી. સત્તર આદિ ત્રણ સંક્રમસ્થાનકો કેમ નથી હોતાં? તેનું કારણ હવે પછી સઘળાં સંક્રમસ્થાનકોનો વિચાર કરશે તે ઉપરથી સમજાશે.
- હવે શેષ સઘળાં સંક્રમસ્થાનકોનો વિચાર કરે છે. સમ્યક્વમોહનીયની ઉદ્ધલના થયા પછી સત્તાવીસની સત્તાવાળા મિથ્યાદષ્ટિને મિથ્યાત્વ એ મિશ્રમોહનીયનું પતધ્રહ હોવાથી તેના વિના શેષ છવ્વીસ પ્રવૃતિઓ સંક્રમે છે. તથા મિશ્રમોહનીયની ઉદ્ધલના થયા બાદ છવ્વીસની સત્તાવાળા મિથ્યાદષ્ટિને ચારિત્રમોહનીયની પચીસ પ્રવૃતિઓ સંક્રમે છે, અથવા છવ્વીસની સત્તાવાળા અનાદિ મિથ્યાષ્ટિને પણ પચીસ પ્રવૃતિઓ સંક્રમે છે. અહીં મિથ્યાત્વમોહનીયનો સંક્રમ થતો નથી, કારણ કે તે ચારિત્રમોહનીયમાં સંક્રમતું નથી. કેમકે દર્શનમોહનીય અને