________________
ॐ ह्रीँ श्री अर्हते नमः શ્રી સંક્રમણકરણ
આ પ્રમાણે બંધનકરણ કહ્યું. હવે ઉદ્દેશક્રમે અવસર પ્રાપ્ત સંક્રમણકરણને કહેવાની શરૂઆત કરે છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ, અને પ્રદેશરૂપ વિષયના ભેદે સંક્રમ ચાર પ્રકારે છે. તેમાં પહેલાં સંક્રમનું સામાન્ય લક્ષણ કહેવાને ઇચ્છતા આચાર્ય મહારાજ આ ગ્રંથની શરૂઆત કરે છે–
बझंतियासु इयरा ताओवि य संकमंति अन्नोन्नं ।
जा संतयाए चिहि बंधाभावेवि दिट्ठीओ ॥१॥ 'बध्यमानास्वितराः ता अपि च सङ्क्रामन्त्यन्योऽन्यम् ।
याः सत्तया तिष्ठन्ति बन्धाभावेऽपि दृष्टी ॥१॥ અર્થ–જે પ્રકૃતિઓ સત્તા વડે રહેલી–વિદ્યમાન છે તે અવધ્યમાન પ્રકૃતિઓનો બધ્યમાન પ્રકૃતિમાં જે સંક્રમ થાય છે, તથા બધ્યમાન પ્રકૃતિઓનો પરસ્પર જે સંક્રમ થાય છે, તે સઘળો સંક્રમ કહેવાય છે. બંધનો અભાવ છતાં પણ બે દૃષ્ટિનો સંક્રમ થાય છે.
ટીકાનુ–બધ્યમાન-બંધાતી પ્રકૃતિઓમાં અબધ્યમાન–નહિ બંધાતી પ્રકૃતિઓનો જે સંક્રમ થાય છે, સંક્રમ થાય છે એટલે બધ્યમાન પ્રકૃતિરૂપે પરિણમે છે–પોતાના સ્વરૂપને છોડી બંધાતી પ્રકૃતિના સ્વરૂપને પ્રાપ્ત કરે છે તે સંક્રમ કહેવાય છે. જેમકે, બંધાતી સાતાવેદનીયમાં નહિ બંધાતી અસાતવેદનીય સંક્રમે છે, અથવા બંધાતા ઉચ્ચ ગોત્રમાં નહિ બંધાતું નીચ ગોત્ર સંક્રમે છે તે સંક્રમ કહેવાય છે. જે પ્રકૃતિ જેની અંદર સંક્રમે તે પ્રકૃતિ તે રૂપે થઈ જાય છે. અસતાવેદનીય સાતાવેદનીયમાં સંક્રમે ત્યારે તે સાતાવેદનીયરૂપે થાય છે, એટલે તે સાતાવેદનીયનું જ–સુખ ઉત્પન્ન કરવા રૂપ–કાર્ય કરે છે. એ પ્રમાણે સર્વત્ર સમજવું. તથા બધ્યમાન પ્રકૃતિઓનો પરસ્પર જે સંક્રમ થાય છે, જેમકે, બધ્યમાન શ્રુતજ્ઞાનાવરણમાં બધ્યમાન મતિજ્ઞાનાવરણનો, અને બધ્યમાન મતિજ્ઞાનાવરણમાં બધ્યમાન શ્રુતજ્ઞાનાવરણનો એ પણ સઘળો સંક્રમ કહેવાય છે.
હવે કેવા સ્વરૂપવાળી અનધ્યમાન પ્રવૃતિઓ સંક્રમે છે ? તો કહે છે કે–જે પ્રકૃતિનાં દલિકો સત્તામાં હોય છે તે સંક્રમે છે. જેનો ક્ષય થઈ ગયો હોય અને જેણે હજી
૧. સંક્રમણ કરણ વડે જે પ્રકૃતિઓ બંધાતી પ્રકૃતિમાં સંક્રમે છે તે, તે રૂપે થઈ જાય છે. એટલે જેની અંદર સંક્રમી તેનું જ કાર્ય કરે છે. નીચ ગોત્ર ઉચ્ચ ગોત્રમાં જ્યારે સંક્રમે ત્યારે જેટલું દલિક ઉચ્ચ ગોત્ર રૂપે થયું તે ઉચ્ચ ગોત્રનું જ કાર્ય કરે છે. જેની અંદર સંક્રમે છે તે પતટ્ઠહ કહેવાય છે. જ્યાં સુધી પતઘ્રહ હોય ત્યાં સુધી તેની અંદર સ્વજાતીય પ્રકૃતિ સંક્રમે છે. એટલું યાદ રાખવું કે સત્તાગત સઘળું દલિક સંક્રમનું નથી પરંતુ અમુક ભાગ જ સંક્રમે છે. નીચ ગોત્ર જ્યારે ઉચ્ચ ગોત્રમાં સંક્રમે ત્યારે નીચ ગોત્ર સર્વથા સંક્રમી તેની સત્તા જ ઊડી જાય એમ થતું નથી, પરંતુ નીચ ગોત્રનો અમુક ભાગ જ સંક્રમે છે. એટલે તેની પણ સત્તા કાયમ રહે છે. જેટલું સંક્રમે તેટલું તે રૂપે થાય છે.