________________
૧૯૬
પંચસંગ્રહ-૨
છે, તેનું પ્રથમ વર્ગમૂળ કાઢતાં જેટલી સંખ્યા આવે તે સંખ્યાને જેટલીવાર અર્ધી અર્ધી કરતાં એકની સંખ્યા આવે તેટલા છેદનકો કહેવાય છે, તે છેદનકોના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશોની સંખ્યા આવે તેટલા હોય છે.
જેમ રસબંધના અધ્યવસાયો વિવક્ષિત સ્થિતિબંધ સ્થાનથી પછી પછીના સ્થિતિબંધ સ્થાનમાં જાય છે તેમ સ્થિતિબંધના અધ્યવસાયો જતા નથી, અર્થાત્ દરેક સ્થિતિબંધના અધ્યવસાયો તદ્દન જુદા જ હોય છે. માટે અહીં રસબંધના અધ્યવસાયોની જેમ અનુકૃષ્ટિ થતી
નથી.
પ્રથમ સ્થિતિસ્થાનમાં પ્રથમ કષાયોદય રૂપ અધ્યવસાય સ્થાન અત્યંત મંદ શક્તિવાળું હોય છે. અને તેના કરતાં તે જ પ્રથમ સ્થિતિસ્થાનના કારણભૂત ઉત્કૃષ્ટ કષાયોદય રૂપ અંતિમ અધ્યવસાય સ્થાન અનંતગુણ તીવ્ર શક્તિવાળું હોય છે. તેનાથી દ્વિતીય સ્થિતિસ્થાનનો જઘન્ય અધ્યવસાય, તેનાથી તે જ દ્વિતીય સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ અધ્યવસાય એમ દરેક સ્થિતિસ્થાનનો જઘન્ય અને ઉત્કૃષ્ટ અધ્યવસાય ક્રમશઃ એક એકથી અનંતગુણ તીવ્ર શક્તિ અથવા સામર્થ્યવાળો હોય છે.
પ્રકૃતિમાં અધ્યવસાયોનું કથન કરવું તે પ્રકૃતિ સમુદાહાર કહેવાય. તેમાં દરેક પ્રકૃતિનાં અધ્યવસાય સ્થાનોની સંખ્યા કહેવી તે પ્રમાણાનુગમ અને કઈ પ્રકૃતિથી કઈ પ્રકૃતિના અધ્યવસાયો કેટલા ઓછા-વધારે છે એમ બતાવવું તે અલ્પ-બહુત્વ. એમ બે બાબતો છે,
જ્ઞાનાવરણીય વગેરે દરેક કર્મનાં બધાં સ્થિતિસ્થાનોના અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણાનુગમ છે.
આયુષ્ય કર્મના અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોવા છતાં શેષ કર્મની અપેક્ષાએ ઘણા જ ઓછા છે. તેનાથી નામ તથા ગોત્ર કર્મના અસંખ્યાતગુણ છે.
જો કે આયુષ્ય કર્મના દરેક સ્થિતિસ્થાનમાં અધ્યવસાયો અસંખ્યાત ગુણ છે અને આ બે કર્મોમાં વિશેષાધિક છે, તો પણ આયુષ્યના જઘન્ય સ્થિતિબંધમાં અધ્યવસાયો ઘણા જ થોડા છે અને તેનાથી આ બે કર્મોના જઘન્ય સ્થિતિબંધમાં ઘણા જ વધારે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. વળી આયુષ્ય કરતાં આ બે કર્મોની સ્થિતિબંધ પણ ઘણો જ મોટો છે, માટે જ આયુષ્ય કરતાં આ બે કર્મના અધ્યવસાયો વિશેષાધિક નથી પરંતુ અસંખ્યાતગુણ છે, નામ અને ગોત્રકર્મથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયકર્મના અધ્યવસાયો અસંખ્યાતગુણ છે અને પરસ્પર ચારેયના સમાન છે.
નામ અને ગોત્રકર્મથી આ ચાર કર્મની સ્થિતિ દોઢી હોવાથી અધ્યવસાયો પણ વિશેષાધિક હોવા જોઈએ પરંતુ અસંખ્યાતગુણ કેમ હોય ? અહીં આવી શંકા પણ ન કરવી, કારણ કે વિવક્ષિત સ્થિતિસ્થાનના અધ્યવસાયોથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનમાં અધ્યવસાયો બમણા થાય છે. આ વાત પ્રથમ જ આવી ગઈ છે, એક પલ્યોપમના પણ અસંખ્યાતા ભાગ પ્રમાણ ટુકડા અસંખ્યાતા થાય, તેથી