________________
બંધનકરણ સારસંગ્રહ
૧૯૫
સમુદાહાર એટલે પ્રતિપાદન અર્થાત્ કથન. ત્યાં પ્રથમ સ્થિતિસ્થાનોને આશ્રયી અધ્યવસાયોનું કથન કરવું તે સ્થિતિસમુદાહાર, તેમાં દરેક સ્થિતિસ્થાનમાં અધ્યવસાયોની સંખ્યા બતાવવી તે પ્રગણના, વિવક્ષિત સ્થિતિસ્થાનના અધ્યવસાયો દ્વિતીયાદિક સ્થિતિસ્થાનમાં જાય અથવા ન જાય તે અનુકૃષ્ટિ અને ક્યા અધ્યવસાયથી ક્યો અધ્યવસાય કેટલા અંશે તીવ્ર અથવા મંદ શક્તિવાળો છે તે તીવ્ર-મંદતા, આ ત્રણ બાબતો છે.
એક સમયે કોઈપણ કર્મની જેટલી સ્થિતિ બંધાય તે એક સ્થિતિસ્થાન કહેવાય છે. જઘન્ય સ્થિતિબંધથી સમય-સમયની વૃદ્ધિએ પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી જેટલા સમયો થાય તેટલાં તેટલાં સ્થિતિસ્થાનો તે તે કર્મનાં હોય છે.
અનેક જીવો આશ્રયી કોઈપણ એક સ્થિતિબંધ સ્થાન તેના કારણભૂત કષાયોદયજન્ય અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયોથી બંધાય છે. અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ ભિન્ન ભિન્ન અધ્યવસાયો દ્વારા એક જ પ્રકારની સ્થિતિબંધ કેમ થઈ શકે ? એવા પ્રશ્નના ઉત્તરમાં સમજવાનું કે ભિન્ન ભિન્ન પ્રકારના અધ્યવસાયો દ્વારા એક જ પ્રકારની સ્થિતિબંધ થાય છે પણ તે બધાય જીવોને એક જ રીતે એક જ સાથે ઉદયમાં આવી ભોગવાતો નથી પરંતુ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ-ભવ વગેરે ભિન્ન ભિન્ન નિમિત્તોને આશ્રયી જુદા જુદા જીવોને જુદી જુદી રીતે ઉદયમાં આવી ભોગવાય છે માટે કોઈ વિરોધ નથી.
પ્રથમ રસબંધના અધ્યવસાયોનો વિચાર કરતી વખતે સ્થિતિબંધના કારણભૂત સ્થિતિબંધના અધ્યવસાયોનો ગૌણ ભાવે વિચાર કરવામાં આવેલ છે. પરંતુ અહીં મુખ્યત્વે સ્થિતિબંધના અધ્યવસાયોનો જ વિચાર કરવાનો છે.
દરેક સ્થિતિબંધ સ્થાનમાં તેના કારણભૂત કષાયોદય જનિત અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. ત્યાં આયુષ્ય વિના શેષ સાત કર્મના જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો છે, છતાં ઉપરનાં સ્થિતિસ્થાનોની અપેક્ષાએ ઘણા જ ઓછા છે. અને દ્વિતીયાદિક સ્થિતિસ્થાનથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાન સુધી વિશેષાધિક-વિશેષાધિક હોય છે, આયુષ્યકર્મના પ્રથમ સ્થિતિબંધ સ્થાનમાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે અને દ્વિતીયાદિક સ્થિતિસ્થાનથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાન સુધી ક્રમશઃ અસંખ્યાત ગુણ હોય છે અને તેમ હોવામાં તથા-સ્વભાવ જ કારણ છે. આ અનંતરોપનિધાએ વાત થઈ, પરંપરોપનિધાએ વિચારીએ તો જ્ઞાનાવરણીય વગેરે સાત કર્મોના જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં જે અધ્યવસાય સ્થાનો છે. ત્યાંથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી, પછી જે સ્થિતિસ્થાન આવે તેમાં જઘન્ય સ્થિતિબંધ સ્થાનના અધ્યવસાયોની અપેક્ષાએ દ્વિગુણ અધ્યવસાયો થાય છે. ત્યાંથી પુનઃ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનમાં દ્વિગુણ અને જઘન્ય સ્થિતિસ્થાનથી ચતુર્ગુણ થાય છે. એમ પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી-ઓળંગી પછી પછીના સ્થિતિસ્થાનમાં અધ્યવસાયો બમણા બમણા હોય છે.
એમ દરેક કર્મમાં કુલ દ્વિગુણવૃદ્ધિનાં સ્થાનો અંગુલ માત્ર ક્ષેત્રોમાં જેટલા આકાશપ્રદેશો