________________
બંધનકરણ સારસંગ્રહ
૧૮૩
છે. આ હકીકત શતક ચૂર્ણિમાં છે.
સાતમી પૃથ્વીના નારકો સિવાય બીજા કોઈ પણ જીવો સમ્યક્તાદિ ગુણોની પ્રાપ્તિ વખતે તિર્યંચદ્ધિક અને નીચ ગોત્ર બાંધતા નથી પરંતુ સાતમી નારકોના જીવો મિથ્યાત્વાવસ્થામાં આ ત્રણ પ્રકૃતિઓ અવશ્ય બાંધતા હોવાથી ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિના પૂર્વ સમયે પણ આ જ ત્રણ પ્રકૃતિઓ બાંધે છે અને તે વખતે અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી ઘણો જ ઓછો સ્થિતિબંધ હોય છે, માટે મિથ્યાત્વના ચરમ સમયે તિર્યંચગતિ વગેરે આ ત્રણ પ્રકૃતિઓનો સાતમી નારકના નારકો જેટલો જઘન્ય સ્થિતિબંધ કરે છે ત્યાંથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધી આ ત્રણ પ્રકૃતિઓના અધ્યવસાયોની અનુકૃષ્ટિ મતિજ્ઞાનાવરણીય વગેરે પ્રકૃતિઓની સમાન હોય છે અને અભિવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસતાવેદનીયની સમાન અનુકૃષ્ટિ હોય છે. અર્થાત્ અભવ્ય પ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધથી તિર્યંચદ્ધિકનો અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ અને નીચ ગોત્રનો દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ આવે ત્યાં સુધીમાં સ્થિતિસ્થાનો આક્રાંત હોય છે તેમજ તિર્યંચદ્વિકના સમયાધિક અઢાર કોડાકોડી સાગરોપમથી અને નીચ ગોત્રના સમયાધિક દસ કોડાકોડી સાગરોપમથી ઉપરના વિસ કોડાકોડી સાગરોપમ સુધીનાં બધાંય સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે.
- ત્રસ ચતુષ્ક સામાન્ય રીતે શુભ પ્રકૃતિઓના વર્ગમાં આવી શકે, તેથી એ ચારેય પ્રકૃતિઓની અનુકૃષ્ટિ સાતવેદનીયની સમાન જ થઈ શકત. પરંતુ વીસ કોડાકોડી સાગરોપમથી સમયાધિક અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ત્રસ નામકર્મનો સ્થિતિબંધ ઈશાન સુધીના દેવો વર્જી અન્ય ચારેય ગતિના જીવો અને સ્થાવર નામકર્મનો ઈશાન સુધીના દેવો જ કરે છે. બાદર ત્રિકના પ્રતિપક્ષ સૂક્ષ્મત્રિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અઢાર કોડાકોડી સાગરોપમથી વધારે છે જ નહીં. માટે આ ચારેય પ્રકૃતિઓની અનુકૃષ્ટિ જુદી બતાવવામાં આવી છે. અર્થાત વીસ કોડાકોડી સાગરોપમથી સમયાધિક અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ સુધી પરાઘાતની જેમ અને પછી પોતપોતાના જઘન્ય સ્થિતિબંધ સુધી સતાવેદનીયની જેમ અનુકૃષ્ટિ હોય છે. એટલે અઢાર કોડાકોડી સાગરોપમથી એના પ્રતિપક્ષ સ્થાવર ચતુષ્કના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સમાન સ્થિતિબંધ થાય ત્યાં સુધીનાં બધાં સ્થિતિસ્થાનો આક્રાંત હોય છે અને તે સિવાયનાં ઉપરનાં તથા નીચેનાં એમ બન્ને બાજુનાં સઘળાં સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે.
અનુકૃષ્ટિ કહ્યા બાદ હવે તીવ્ર-મંદતા બતાવે છે, ત્યાં સામાન્યથી–સર્વ અશુભ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધ સ્થાનથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનમાં અને શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી જઘન્ય સ્થિતિબંધ સ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનમાં અનંતગુણ રસ હોય છે અને વિશેષથી વિચારતાં મતિજ્ઞાનાવરણીય વગેરે અપરાવર્તમાન અશુભ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં જઘન્ય રસ અલ્પ હોય છે. તે થકી સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં જઘન્ય રસ અનંતગુણ હોય છે, તે કરતાં પણ બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં જઘન્ય રસ અનંતગુણ હોય છે.
એમ પૂર્વ-પૂર્વના સ્થિતિસ્થાનથી એક કંડક પ્રમાણ ઉપર ઉપરનાં સ્થિતિસ્થાનોમાં જઘન્ય રસ અનુક્રમે અનંતગુણ હોય છે અને કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી સર્વ જઘન્ય