________________
૧૮૨
પંચસંગ્રહ-૨
અસતાવેદનીય વગેરે પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધમાં જે રસબંધનાં અધ્યવસાય સ્થાનો છે તે સર્વે અને તેનાથી તીવ્ર શક્તિવાળા થોડા વધારે નવા અધ્યવસાયો સમયાધિક જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં હોય છે, અને સમયાધિક જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં જે અધ્યવસાયો છે તે સર્વે તેમજ તેનાથી તીવ્ર શક્તિવાળા થોડા નવા બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં હોય છે. એમ સાતવેદનીય વગેરે પ્રતિપક્ષ પ્રકૃતિઓના પંદર કોડાકોડી સાગરોપમ વગેરે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસતાવેદનીય વગેરે પ્રકૃતિના પૂર્વ પૂર્વના નીચેના સ્થિતિસ્થાનમાં રસબંધના જે અધ્યવસાયો છે તે સર્વે અને તેનાથી તીવ્ર શક્તિવાળા થોડા વધારે નવા નવા અધ્યવસાયો ઉત્તરોત્તર ઉપર-ઉપરના સ્થિતિસ્થાનમાં હોય છે.
સાતાવેદનીય વગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન અસાતાવેદનીય વગેરેના પંદર કોડાકોડી સાગરોપમના સ્થિતિબંધ સ્થાનમાં જે અધ્યવસાયો છે તેમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગના અધ્યવસાયો છોડી શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા વધારે તીવ્ર શક્તિવાળા અધ્યવસાયો સમયાધિક પંદર કોડાકોડી સાગરોપમના સ્થિતિબંધ સ્થાનમાં હોય છે. વળી એ સ્થિતિબંધ સ્થાનમાં જે અધ્યવસાયો છે, તેઓમાંના શરૂઆતના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અધ્યવસાયો છોડી શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા વધારે નવા બે સમયાધિક પંદર કોડાકોડી સાગરોપમના સ્થિતિબંધ સ્થાનમાં હોય છે. અહીં જે અધ્યવસાયો છે તેમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગના છોડી શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા નવા અધ્યવસાયો ત્રિ-સમયાધિક પંદર કોડાકોડી સાગરોપમના સ્થિતિબંધ સ્થાનમાં હોય છે.
એમ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધ સ્થાનમાં રહેલ અધ્યવસાયોનો શરૂઆતનો અસંખ્યાતમો ભાગ છોડી છોડી શેષ સર્વે અને છોડેલા છે તેનાથી થોડા વધારે વધારે તીવ્ર શક્તિવાળા અધ્યવસાયો અસતાવેદનીય વગેરે પ્રકૃતિઓના ત્રીસ કોડાકોડી સાગરોપમ વગેરેના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાન સુધી હોય છે. ત્યાં અસાતવેદનીયના પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધના ઉપરના સ્થિતિબંધ સ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઉપરના કંડકના છેલ્લા સ્થિતિસ્થાનમાં પૂરી થાય છે. આક્રાંત સ્થિતિઓની ઉપરના પહેલા કંડકના બીજા સ્થિતિસ્થાનના અધ્યવસાયોની કંડકની ઉપરના પહેલા સ્થિતિસ્થાનમાં, આક્રાંત સ્થિતિના ઉપરના ત્રીજા સ્થિતિબંધ સ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ નિવર્તન કંડકના ઉપરના બીજા સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે.
એમ વિવક્ષિત દરેક સ્થિતિબંધ સ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તે તે કંડકના ચરમ સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. તેથી સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના અંતિમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનની અનુકૃષ્ટિ તે જ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂપ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ચરમ સ્થિતિબંધ સ્થાનમાં પૂર્ણ થાય છે. ફક્ત સૂક્ષ્મત્રિક, વિકલત્રિક તથા માધ્યમના ચાર સંસ્થાન અને ચાર સંઘયણો એ ચૌદ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનની પોતપોતાની પ્રતિપક્ષ પ્રકૃતિઓથી ઓછો છે માટે અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સ્થાનથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી તે સર્વે અને થોડા નવા-નવા અધ્યવસાયો હોય છે. આ બધી સ્થિતિઓ આક્રાંત હોય છે. માટે આ ચૌદ પ્રકૃતિઓમાં ઉપર અસતાવેદનીય વગેરેની જેમ શુદ્ધ સ્થિતિસ્થાનો હોતાં નથી એટલી વિશેષતા