________________
બંધનકરણ સારસંગ્રહ
૧૪૯
ત્યાં પર્યાપ્તના સર્વ જઘન્ય યોગસ્થાનથી શરૂઆતના શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ યોગસ્થાનોનો ચાર સમય ત્યારપછીના શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ યોગસ્થાનોનો પાંચ સમય એમ અનુક્રમે શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ યોગસ્થાનોનો છ, સાત, આઠ સાત, છ, પાંચ, ચાર, ત્રણ અને બે સમય ઉત્કૃષ્ટ અવસ્થાન કાળ છે અને જઘન્યથી સર્વનો એક સમય પ્રમાણ કાળ છે.
ચાર સમયાદિક અવસ્થાન કાળવાળાં યોગસ્થાનો શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોવા છતાં શ્રેણિનો અસંખ્યાતમો ભાગ સમાન ન હોવાથી નીચે પ્રમાણે ઓછાવત્તાપણું હોય છે. આઠ સમયના કાળવાળાં યોગસ્થાનો સર્વથી થોડા અને ત્યારબાદ સાત, છ, પાંચ અને ચાર સમયના કાળવાળાં યોગસ્થાનો અનુક્રમે એક એકથી અસંખ્યાતગુણ અને બન્ને બાજુના પરસ્પર સરખા હોય છે અને તેથી પણ ઉપરના ત્રણ અને બે સમયના કાળવાળાં યોગસ્થાનો અનુક્રમે અસંખ્યાતગુણા હોય છે.
ઉત્પત્તિના પ્રથમ સમયે લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદીયાનો જઘન્ય યોગ સર્વથી અલ્પ, તે થકી ઉપરના વિશેષણવાળા બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય અને સંજ્ઞીપંચેન્દ્રિયનો જઘન્ય યોગ અનુક્રમે એક એકથી અસંખ્યાતગુણ હોય છે. તેનાથી લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો, તે થકી લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ ક્રમશઃ અસંખ્યાત ગુણ હોય છે. તે થકી સૂક્ષ્મ અને બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો જઘન્ય અને તેનાથી સૂક્ષ્મ પર્યાપ્ત અને બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે અસંખ્યાત ગુણ હોય છે, તેનાથી લબ્ધિ અપર્યાપ્ત બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય અને સંજ્ઞીપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ ક્રમશઃ એક-એકથી અસંખ્યાતગુણ છે. તે થકી પર્યાપ્ત બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંક્ષીપંચેન્દ્રિય અને સંજ્ઞીપંચેન્દ્રિયનો જઘન્ય યોગ અને તે થકી પર્યાપ્ત બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય, અનુત્તરવાસી દેવો, રૈવેયક દેવો, યુગલિક મનુષ્યતિર્યંચો, આહારક શરીરી, બાકીના દેવો, નારકો, તિર્યંચો અને મનુષ્યોનો ઉત્કૃષ્ટયોગ અનુક્રમે એક એકથી અસંખ્યાત ગુણ છે. અહીં સર્વત્ર ગુણાકાર સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલ અસંખ્ય આકાશ પ્રદેશ પ્રમાણ સમજવો.
તે આત્મા જઘન્ય યોગે જઘન્ય, મધ્યમ યોગે મધ્યમ અને ઉત્કૃષ્ટ યોગે ઉત્કૃષ્ટ પાંચ શરીરને યોગ્ય પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરી તે તે શરીર રૂપે પરિણાવે છે અને શ્વાસોચ્છવ્વાસ, ભાષા તથા મનઃ યોગ્ય પુદ્ગલો સ્કંધોને યોગને અનુસાર ગ્રહણ કરી તે તે રૂપે પરિણાવી છોડવાની શક્તિને પ્રાપ્ત કરવા માટે અવલંબે પણ છે.
જગતની અંદર એક એક છૂટા પરમાણુઓ જેટલા હોય તે પ્રત્યેકને અથવા સમૂહને પરમાણુ વર્ગણા કહેવાય છે. એ જ પ્રમાણે બે પરમાણુની દ્વિપ્રદેશી, ત્રણ પરમાણુની ત્રિપ્રદેશી એમ સંખ્યાત પ્રદેશો સુધીની સંખ્યાતી, અસંખ્યાત પ્રદેશો સુધીની અસંખ્યાતી અને અનંત પ્રદેશો સુધીની અનંતી વર્ગણાઓ થાય છે. પરમાણુ વર્ગણામાં બતાવ્યા પ્રમાણે અમુક પ્રદેશોની સંખ્યાવાળા એક એક સ્કંધને અથવા અમુક સરખા પ્રદેશોની સંખ્યાવાળા બધા સ્કંધોના સમૂહને