________________
૧૪૬
પંચસંગ્રહ-૨
બંધ પછી પણ અસર કરે છે અને બાકીનાં સંક્રમણાદિ પાંચ કરણો બંધાયેલ કર્મની બંધ આવલિકા વીત્યા પછી જ તે તે કર્મ ઉપર અસર કરી ફેરફાર કરે છે. આ ઉપરથી સામાન્ય નિદ્ધત્ત અને નિકાચિત્ત એમ કર્મબંધ ત્રણ પ્રકારે હોય છે.
દોરાથી બાંધેલી પરસ્પર સોયોની જેમ આત્મ-પ્રદેશોમાં જે કાર્મણ વર્ગણાનો એકમેક સંબંધ થાય તે સામાન્યબંધ, અગ્નિથી તપાવેલી પરસ્પર યુક્ત કરેલ સોયોની જેમ આત્મ પ્રદેશોમાં કાર્યણ પુદ્ગલોનો જે ગાઢ એકમેક સંબંધ થાય તે નિદ્ધત્ત બંધ. અને અગ્નિથી તપાવેલ હથોડાથી ટીપેલ પરસ્પર એક સ્વરૂપે કરેલ સોયોની જેમ આત્મ પ્રદેશોમાં કાર્મણ પુદ્ગલોનો અત્યંત ગાઢ એકમેકરૂપ જે સંબંધ થાય તે નિકાચિત બંધ કહેવાય છે.
કરણ એ વીર્ય સ્વરૂપ છે. તે વીર્ય સત્તા રૂપે દરેક આત્માઓના પ્રત્યેક પ્રદેશોમાં અનંત અને સમાન હોય છે. અયોગી તથા સિદ્ધ પરમાત્માઓને તે અનંત વીર્ય સંપૂર્ણ પ્રકટ રૂપે હોય છે. તે વીર્ય પુદ્ગલ સહષ્કૃત વ્યાપાર રૂપે ન હોવાથી કરણ રૂપે બની શકતું નથી માટે અહીં લેશ્યાવાળા તેરમા ગુણસ્થાનક સુધીના જીવોના વીર્યનો વિચાર પ્રસ્તુત છે.
વીર્યાન્તરાય કર્મથી ઢંકાયેલા વીર્યને આવૃત્ત વીર્ય કહેવાય છે અને વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ અથવા ક્ષયથી પ્રગટ થયેલા વીર્યને લબ્ધિવીર્ય કહેવાય છે.
ક્ષાયિક ભાવનું લબ્ધિવીર્ય તેરમા ગુણસ્થાનકવર્તી કેવલી ભગવંતોને સંપૂર્ણ હોય છે અને તે દરેકને સમાન હોય છે તથા ક્ષયોપશમ ભાવનું વીર્ય બારમા ગુણસ્થાનક સુધીના જીવોને હોય છે.
વીર્યાન્તરાય કર્મનો ક્ષયોપશમ દરેક આત્માને ભિન્ન ભિન્ન પ્રકારનો હોવાથી સર્વાલ્પવીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવના ભવના પ્રથમ સમયથી બારમા ગુણસ્થાનક સુધીના દરેક જીવોને વીર્યલબ્ધિ પણ ભિન્ન ભિન્ન પ્રકારે હોય છે અને વીર્યાન્તરાયના ક્ષયોપશમથી પ્રગટ થયેલ વીર્યમાંથી જે સમયે જેટલા વીર્યનો મન, વચન અને કાયા દ્વારા વ્યાપાર થાય તેટલા વીર્યને કરણવીર્ય અથવા યોગ કહેવાય છે. તે યોગ એક પ્રકારનો હોવા છતાં કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી મન, વચન અને કાયાના ભેદથી મનોયોગ, વચનયોગ અને કાયયોગ એમ ત્રણ પ્રકારે કહેવાય છે.
કોઈ પણ એક આત્માના દરેક પ્રદેશોમાં વિવક્ષિત સમયે વીર્યલબ્ધિ સમાન હોવા છતાં કાર્યરૂપે યોગસંજ્ઞાવાળું વીર્ય (કરણવીર્ય) સમાન હોતું નથી. કારણ કે જ્યાં કાર્યનું નજદીકપણું ત્યાં તે આત્મપ્રદેશોમાં ચેષ્ટા વધુ થતી હોવાથી કરણ વીર્ય અધિક હોય છે અને તે આત્મ પ્રદેશોથી જે જે આત્મ પ્રદેશો જેટલે જેટલે અંશે દૂર હોય ત્યાં તે આત્મ પ્રદેશોમાં તેટલે તેટલે અંશે ઓછી ઓછી ચેષ્ટા હોવાથી તે તે આત્મ પ્રદેશોમાં કરણવીર્ય ક્રમશઃ ઓછું ઓછું હોય છે.
જે કરણવીર્ય—દોડવું, હલન-ચલન કરવું વગેરે કેટલીક ક્રિયાઓમાં જીવની ઇચ્છાપૂર્વક પ્રવર્તે છે તે અભિસંધિજ અને મન વગરના એકેન્દ્રિયાદિ જીવોનો તથા મનવાળા જીવોનો પણ ઇચ્છા વિના જે શરીરમાં લોહીનું ફરવું, નાડીના ધબકારા, ખાધેલા આહારાદિને પચાવવા આદિમાં જે વીર્ય વ્યાપાર તે અનભિસંધિજ કહેવાય છે. ઉપર કહ્યા મુજબ આ કરણ વીર્ય એક