________________
૧૪૦
પંચસંગ્રહ-૨
કરનારા અને પાપ પ્રકૃતિઓના કિસ્થાનકાદિ રસબંધ કરનારા જીવોના વિષયમાં અલ્પબદુત્વ કહે છે–
चउदुठाणाइ सुभासुभाण बंधे जहन्नधुवठिइसु । थोवा विसेसअहिया पुहत्तपरओ विसेसूणा ॥११०॥ चतुःद्विस्थानादौ शुभाशुभानां बन्धे जघन्यधुवस्थितिषु ।
स्तोका विशेषाधिकाः पृथक्त्वपरतो विशेषोनाः ॥११०॥
અર્થ–પુચ પ્રકૃતિઓનો ચતુઃસ્થાનક અને પાપ પ્રકૃતિઓનો બે સ્થાનક રસબંધ થતો હોય ત્યારે ધ્રુવ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ બાંધનારા જીવો અલ્પ હોય છે, પછી પછીની સ્થિતિ બાંધનારા જીવો ક્રમશઃ વધારે વધારે હોય છે. શતપૃથક્ત સાગરોપમ પછીનાં સ્થાનકોમાં અલ્પ અલ્પ હોય છે.
ટીકાનુ–પરાવર્તમાન શુભ પ્રકૃતિઓનો ચઉઠાણિયો અને પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો બેઠાણિયો રસ બાંધતા જે જીવો ધ્રુવબંધિ પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિ બાંધે છે તે થોડા છે, ત્યારપછીની બીજી સ્થિતિ જેઓ બાંધે છે તે વિશેષાધિક છે, ત્રીજી સ્થિતિ બાંધનારા વિશેષાધિક છે, એ પ્રમાણે ઉત્તરોત્તર ત્યાં સુધી કહેવું યાવત્ સેંકડો પૃથક્ત સાગરોપમ પ્રમાણ સ્થિતિઓ જાય. અહીં ‘પૃથક્વ' શબ્દ બહુતવાચી હોવાથી તાત્પર્ય આ પ્રમાણે છે
ઘણા સેંકડો સાગરોપમપ્રમાણ સ્થિતિમાં જાય ત્યાં સુધી અનુક્રમે એક એક સ્થિતિ સ્થાને વિશેષાધિક વિશેષાધિક જીવો કહેવા. ત્યારપછીથી વિશેષહીન વિશેષહીન કહેવા. અને તે પણ એક એક સ્થિતિસ્થાનકે વિશેષહીન વિશેષહીન અનેક સેંકડો સાગરોપમ સુધી કહેવા.
પરાવર્તમાન શુભ અથવા અશુભ પ્રકૃતિઓનો ત્રણઠાણિઓ રસ બાંધતા તે સમયે જેટલી સ્થિતિ બંધાઈ શકે તેટલી ધ્રુવબંધિ પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિ બાંધનારા જીવો થોડા છે, ત્યારપછીની બીજી સ્થિતિ બાંધનારા વિશેષાધિક, ત્રીજી સ્થિતિ બાંધનારા વિશેષાધિક, એ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષાધિક વિશેષાધિક ત્યાં સુધી કહેવું યાવતુ ઘણા સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિઓ જાય. ત્યારપછી એક એક સ્થિતિસ્થાનકે વિશેષહીન વિશેષહીન કહેવા, તે પણ સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનક સુધી કહેવા.
પરાવર્તમાન શુભ પ્રકૃતિઓનો બેઠાણિયો રસ અને પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો ચઉઠાણિયો રસ બાંધતા ધ્રુવબંધિ પ્રવૃતિઓની સ્વભૂમિકાને અનુસરી જઘન્ય સ્થિતિ બાંધનારા એટલે કે તે વખતે જેટલી સ્થિતિ બંધાઈ શકે તેટલી સ્થિતિ બાંધનારા જીવો અલ્પ છે, ત્યારપછીની બીજી સ્થિતિ બાંધનારા વિશેષાધિક છે, ત્યારપછીની ત્રીજી સ્થિતિ બાંધનાર વિશેષાધિક છે, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવતુ ઘણા સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિઓ જાય. ત્યારપછીની સ્થિતિ બાંધનારા જીવો ઉત્તરોત્તર હીન હીન છે. તે પણ ઉત્તરોત્તર સ્થિતિઓમાં વિશેષહીન વિશેષહીન સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનક પર્યત કહેવું. આ પ્રમાણે અનંતરોપનિધા વડે વિચાર કર્યો. ૧૧૦