________________
બંધનકરણ
૧૩૯
જ્યારે અપ્રત્યાખ્યાનાવરણીય કષાય મન્દ હોય ત્યારે પુન્યનો તીવ્ર ત્રિસ્થાનક અને પાપનો મંદ ત્રિસ્થાનક રસબંધ થાય છે, અને જેમ જેમ તે કષાય તીવ્ર થતો જાય તેમ તેમ પુન્યનો મંદ મંદ ત્રિસ્થાનક અને પાપનો તીવ્ર તીવ્ર ત્રિસ્થાનક રસબંધ થતો જાય છે. ત્રિસ્થાનક રસબંધના અસંખ્ય પ્રકાર હોવાથી આ હકીકત ઘટી જાય છે.
ધ્રુવબંધિની પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા પરાવર્તમાન પુચ પ્રકૃતિઓનો ધિસ્થાનક રસબંધ અને અશુભ પ્રકૃતિઓનો ચતુઃસ્થાનક રસબંધ કરે છે. અહીં પણ જેમ જેમ કષાયનું બળ વધતું જાય તેમ તેમ સ્થિતિબંધ વધારે, પુન્યનો રસ મંદ અને પાપનો તીવ્ર રસબંધ થાય છે એમ સમજવાનું છે. આ જ કારણથી પુન્ય પ્રકૃતિઓનો ચતુઃસ્થાનકાદિ ત્રિવિધ રસબંધ કહ્યો અને પાપ પ્રકૃતિઓનો દ્વિસ્થાનકાદિ ત્રિવિધ રસબંધ કહ્યો.
કારણ કે જ્યારે પુન્ય પ્રવૃતિઓનો ચતુઃસ્થાનક રસબંધ થતો હોય ત્યારે પરિણામ અતિશય નિર્મળ હોય છે તે વખતે સ્થિતિબંધ જઘન્ય થાય અને પાપ પ્રકૃતિઓનો એક સ્થાનક કે બે સ્થાનક રસબંધ થાય.
જયારે પુન્ય પ્રકૃતિઓનો ત્રિસ્થાનક રસબંધ થાય ત્યારે શુભ પરિણામની મંદતાને લઈ સ્થિતિબંધ અજઘન્ય-મધ્યમ થાય અને પાપ પ્રકૃતિઓનો ત્રિસ્થાનક રસબંધ થાય.
જયારેં પુચ પ્રકૃતિઓનો દ્રિસ્થાનક રસબંધ થાય ત્યારે પરિણામની ક્લિષ્ટતા હોવાથી સ્થિતિબંધ ઉત્કૃષ્ટ થાય તથા પાપ પ્રકૃતિઓનો ચતુઃસ્થાનક રસબંધ થાય છે.
સ્થિતિબંધ તથા રસબંધનો આધાર કષાય પર છે. જેમ જેમ કષાય તીવ્ર તેમ તેમ સ્થિતિબંધ વધારે, પુન્યમાં રસ મંદ અને પાપમાં તીવ્ર રસબંધ થાય છે. એ નિયમ પ્રમાણે જ્યારે અનંતાનુબંધી કષાય તીવ્ર રૂપમાં હોય ત્યારે સ્થિતિબંધ ઉત્કૃષ્ટ, પાપ પ્રકૃતિઓમાં રસ તીવ્ર– ચતુઃસ્થાનક અને પુન્યમાં રસ મંદ-તથાસ્વભાવે બે સ્થાનક થાય છે, જેમ જેમ તે કષાય ઘટતો જાય તેમ તેમ પાપમાં રસ મંદ, પુન્યમાં વધારે અને સ્થિતિબંધ ઓછો થતો જાય છે.
અપ્રત્યાખ્યાનાવરણીય તીવ્ર રૂપમાં હોય ત્યારે સ્થિતિબંધ મધ્યમ, પુન્યમાં ત્રિસ્થાનક અને પાપમાં પણ ત્રિસ્થાનક રસબંધ થાય છે, તે કષાય પણ જેમ જેમ ઘટતો જાય તેમ તેમ પુન્ય પ્રકૃતિઓના રસમાં વૃદ્ધિ અને પાપના રસમાં હાનિ થતી જાય છે.
પ્રત્યાખ્યાનાવરણીય કષાય જ્યારે તીવ્ર રૂપમાં હોય ત્યારે સ્થિતિબંધ પૂર્વના કરતાં કમ, પુન્યનો ચતુઃસ્થાનક રસબંધ અને પાપનો બે સ્થાનક રસબંધ થાય છે. તે પણ કષાયના ઘટવાથી ઘટતો જાય છે. સંજવલનકષાય જ્યારે તીવ્ર રૂપમાં હોય ત્યારે સ્થિતિબંધ પૂર્વનાથી કમ, પુન્યનો ચતુઃસ્થાન રસબંધ પરંતુ પૂર્ણથી ઘણો વધારે અને પાપનો બે સ્થાનક રસબંધ થાય છે. તેનું બળ પણ જેમ જેમ ઘટતું જાય છે તેમ તેમ પુન્યનો ચતુઃસ્થાનક રસ વધતો જાય છે અને પાપનો બે સ્થાનક કે એક સ્થાનક રસબંધ થાય છે. છેવટે દશમા ગુણસ્થાનકના અંત સમયે કષાય અત્યંત મંદ હોવાથી પુન્યનો અત્યંત ઉત્કૃષ્ટ અને પાપનો અત્યંત હીન રસબંધ થાય છે. આ પ્રમાણે કષાયની તીવ્ર મંદતા પર સ્થિતિ-રસબંધની તીવ્ર મંદતા અવલંબે છે. ૧૦૯
હવે ધ્રુવ પ્રકૃતિઓની જઘન્યાદિ સ્થિતિ બાંધતા પુચ પ્રકૃતિઓના ચતુઃસ્થાનકાદિ રસબંધ