________________
૧૨૬
પંચસંગ્રહ-૨
સ્થિતિબંધ સૌથી અલ્પ છે. તેનાથી બાદર' એકેન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાતગુણ છે, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે, તેનાથી બાદર અપર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે, તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે, તેનાથી બાદર અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે, અને તેનાથી બાદર પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે.
એ પ્રમાણે પર્યાપ્ત-અપર્યાપ્ત વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અનુક્રમે વધારે વધારે કહેવો. તે આ પ્રમાણે –બાદર પર્યાપ્તાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી પર્યાપ્ત બેઇન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો, તેનાથી અપર્યાપ્ત બેઇન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક, તેનાથી અપર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક, તેનાથી પર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક.
તેનાથી પર્યાપ્ત તે ઇન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક, તેનાથી અપર્યાપ્ત તે ઇન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક, તેનાથી અપર્યાપ્ત તે ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક, તેનાથી પર્યાપ્ત તે ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક.
તેનાથી પર્યાપ્ત ચઉરિન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક, તેનાથી અપર્યાપ્ત ચઉરિન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક, તેનાથી અપર્યાપ્ત ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક, તેનાથી પર્યાપ્ત ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિકા
તેનાથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ, તેનાથી અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક, તેનાથી અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક, તેનાથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે.
તેનાથી છ ગુણઠાણે સંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા સાધુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણ છે. તેનાથી દેશવિરતિ ગુણસ્થાનકવાળાનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ, તેનાથી તેનો જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણ, તેનાથી ચતુર્થગુણસ્થાનકવાળા પર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ તેનાથી તેના જ અપર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ, તેનાથી તેના જ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણ, તેનાથી તેના જ પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણ.
૧. સામાન્યથી સંક્લેશ કે વિશુદ્ધિનો આધાર યોગ ઉપર છે. જેને યોગ વધારે હોય તેને તેના લાયક સારામાં સારા કે ખરાબમાં ખરાબ પરિણામ થઈ શકે છે. એકેન્દ્રિયમાં બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને બીજા એકેન્દ્રિયથી યોગ વધારે હોવાથી તેને જ તદ્યોગ્ય સારા કે ખરાબ પરિણામ થાય છે તેથી એકેન્દ્રિય લાયક જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ તેને જ થાય છે. તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયને ઓછો સંક્લેશ અને ઓછી વિશુદ્ધિ હોય છે, તેથી તે બાદર પર્યાપ્ત જેટલી જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકતો નથી. પરંતુ જઘન્ય કરતા વધારે બાધ છે અને ઉત્કૃષ્ટ કરતાં ઓછી બાંધે છે. દાખલા તરીકે, બાદર પર્યાપ્ત ઉત્કૃષ્ટ ૧૧૦ • વરસ અને જઘન્ય ૪૦ વરસનો સ્થિતિબંધ કરતો હોય તો સૂક્ષ્મ પર્યાપ્ત ઉત્કૃષ્ટ ૮૦ અને જઘન્ય ૭૦ વરસનો કરે છે. એ જ ક્રમે બાદર અપર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત માટે પણ સમજવું.