________________
બંધનકરણ
સુધીના ઉત્કૃષ્ટરસના વિષયભૂત સઘળાં સ્થિતિસ્થાનકો પૂર્ણ થાય અને નીચે જઘન્યરસના વિષયભૂત એક કંડકપ્રમાણ સ્થિતિસ્થાનકો પૂર્ણ થાય.
ત્યારપછી અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનકથી કંડકપ્રમાણ સ્થાનકની નીચેના બીજા કંડકના પહેલા સ્થિતિસ્થાનમાં જઘન્ય અનંતગુણરસ, તેનાથી અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધની નીચેના પહેલા સ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટ અનંતગુણ રસ, તેનાથી બીજા કંડકના બીજા સ્થિતસ્થાનકમાં જઘન્ય અનંતગુણ રસ, તેનાથી અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધની નીચેના બીજા સ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટ અનંતગુણ ૨સબંધ કહેવો. એ પ્રમાણે અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધની નીચે નીચેના એક એક સ્થાનકમાં ઉત્કૃષ્ટરસ અને અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિની નીચેના કંડકપ્રમાણ સ્થાનોની નીચે નીચેના એક એક સ્થિતિસ્થાનકમાં અનુક્રમે જઘન્ય રસબંધ અનંતગુણ ત્યાં સુધી કહેવો યાવત્ ત્રસ નામકર્મનો જઘન્યસ્થિતિબંધ થાય. છેલ્લા કંડકપ્રમાણ સ્થિતિસ્થાનોમાં ઉત્કૃષ્ટ રસ કહ્યા વિના બાકી રહે છે તે પણ અનુક્રમે અનંતગુણ કહેવો. આ પ્રમાણે બાદ૨, પર્યાપ્ત અને પ્રત્યેક નામકર્મની તીવ્ર-મંદતા સમજવી. આ પ્રમાણે અનુભાગબંધનું સવિસ્તર સ્વરૂપ કહ્યું.
હવે પ્રસંગપ્રાપ્ત સ્થિતિબંધનું સ્વરૂપ કહે છે. તેની અંદર ચાર અનુયોગદ્વાર છે. તે આ પ્રમાણે—૧. સ્થિતિસ્થાન પ્રરૂપણા, ૨. નિષેકપ્રરૂપણા, ૩. અબાધા કંડકપ્રરૂપણા અને, ૪. અલ્પબહુત્વપ્રરૂપણા. એક સમયે એક સાથે જેટલી સ્થિતિ બંધાય તે સ્થિતિસ્થાન કહેવાય છે. કુલ કેટલાં સ્થિતિસ્થાનકો હોય છે, તથા એકેન્દ્રિયાદિને કેટલાં કેટલાં સ્થિતિસ્થાનો હોય છે તે ાિળાÍ Ìરિયાળ થોવાડું હોંતિ સબ્વેન' પાંચમું દ્વાર ગાથા ૫૬માં કહ્યું છે. અહીં આ દ્વારમાં કયા કયા જીવો કોનાથી વધતો ઓછો સ્થિતિબંધ કરે તે સ્થિતિબંધનું અલ્પબહુત્વ કહે છે—
संजय बादरसुहुमग पज्जअपज्जाण हीणमुक्ोसो । एवं विगलासन्निसु संजय उक्कोसगो बंधो ॥९९॥
देस दुग विरय चउरो सन्निपञ्चिदियस्स चउरो य । संखेज्जगुणा कमसो सञ्जय उक्कोसगाहिंतो ॥१००॥
૧૨૫
संयतस्य बादरसूक्ष्मयोः पर्याप्तापर्याप्तयोर्हीनमुत्कृष्टः । एवं विकलासंज्ञिषु संयतस्योत्कृष्टो बन्धः ॥९९॥
देशस्य द्विकमविरतस्य चत्वारः संज्ञिपञ्चेन्द्रियस्य चत्वारश्च । संख्येयगुणाः क्रमशः संयतस्योत्कृष्टकात् ॥१००॥
અર્થ—સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવર્તી સંયતને અત્યંત અલ્પ-કષાયજન્ય બાર મુહૂર્ત,
આઠ મુહૂર્ત કે અંતર્મુહૂર્ત પ્રમાણ ઓછામાં ઓછો સ્થિતિબંધ થતો હોવાથી તે સંયતનો જઘન્ય