________________
બંધનકરણ
૧૧૫ પરાઘાત આદિ છેતાળીસ પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનકથી આરંભી અધોમુખે પૂર્વોક્ત ક્રમે અનંતગુણ શ્રેણીએ રસ કહેવો. તે આ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિમાં જઘન્ય અનુભાગ અલ્પ હોય છે. સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિમાં જઘન્ય અનુભાગ અનંતગુણ, તેનાથી બે સમયજૂન ઉત્કૃષ્ટ સ્થિતિમાં જઘન્ય રસ અનંતગુણ, એ પ્રમાણે નિવર્તન કંડક પર્યત જઘન્ય રસ અનંતગુણ કહેવો.
કંડકના છેલ્લા સ્થાનકના જઘન્ય રસથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ થાય છે. તેનાથી કંડકની નીચેના પહેલા સ્થાનકમાં જઘન્ય રસ અનંતગુણ થાય છે. તેનાથી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ થાય છે. તેનાથી કંડકની નીચેના બીજા સ્થાનકમાં જઘન્ય રસ અનંતગુણ થાય છે. તેનાથી બે સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ થાય છે. આ પ્રમાણે ઉપરના એક એક સ્થાનકમાં ઉત્કૃષ્ટ અને કંડકની નીચેના એક એક સ્થાનકમાં જઘન્ય રસ અનંતગુણ ત્યાં સુધી કહેવો યાવત્ જઘન્યસ્થિતિમાં જઘન્ય રસ અનંતગુણ થાય.
છેલ્લી કંડકમાત્ર સ્થિતિઓમાં ઉત્કૃષ્ટ રસ કહ્યા વિના બાકી છે તે પણ અનંતગુણ ક્રમે કહેવો. તે આ પ્રમાણે–જઘન્ય સ્થિતિના જઘન્ય રસથી છેલ્લી કંડકમાત્ર સ્થિતિમાંની પહેલી સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તેનાથી તે પછીની સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, એ પ્રમાણે અનંત-અનંતગુણ કરતા કંડકની છેલ્લી જઘન્ય સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ કહેવો. આ પ્રમાણે અપરાવર્તમાન શુભાશુભ પ્રવૃતિઓમાં તીવ્ર મંદતા જણાવી. હવે અસાતાની તીવ્ર મન્દતા જણાવે છે–
अस्सायजहन्नठिईठाणेहिं तुल्लयाई सव्वाणं । आपडिवक्खक्वंतगठिईण ठाणाइं हीणाई ॥१५॥ तत्तो अणंतगुणणाए जंति कंडस्स संखियाभागा । तत्तो अणंतगुणियं जहन्नठिई उक्स्सं ठाणं ॥१६॥ एवं उक्कस्साणं अणंतगुणणाए कंडकं वयइ एकं जहन्नठाणं जाइ परक्तठाणाणं ॥१७॥ उवरिं उवधायसमं असातजघन्यस्थितिस्थानैस्तुल्यानि सर्वासाम् । आ-प्रतिपक्षाक्रान्तस्थितीनां स्थानानि हीनानि ॥१५॥ ततः अनन्तगुणनया यान्ति कण्डकस्य संख्येया भागाः । ततः अनन्तगुणं जघन्यस्थितावुत्कृष्टं स्थानम् ॥१६॥ एवमुत्कृष्टानां अनन्तगुणनया कण्डकं व्रजति । एकं जघन्यस्थानं याति पराक्रान्तस्थानानाम् ॥१७॥ उपर्युपघातसमम् ।