________________
બંધનકરણ
૧૧૩
ततः प्रथमस्थितौ उत्कृष्टं स्थानकं अनन्तगुणम् । ततः कण्डकस्य उपरि आ-उत्कृष्टं नयेत् एवं ॥१३॥ उत्कृष्टानां कण्डकं अनन्तगुणनया ततो नयेत् पश्चात् ।
उपघातादीनां इतरासां उत्कृष्टकात् ॥१४॥ અર્થ જઘન્યસ્થિતિના પ્રથમ અનુભાગ સ્થાનકથી આરંભી નિવર્તન કંડક પર્વત ઉપર ઉપરના સ્થાનકમાં જઘન્યરસ અનંતગુણશ્રેણિએ જાય છે. તેનાથી પ્રથમ સ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટ રસસ્થાન અનંતગુણ થાય છે. તેથી નિવર્તન કંડકની ઉપરના સ્થિતિસ્થાનમાં જઘન્ય અનંતગુણ રસબંધ થાય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિસ્થાન પર્યત જાણવું. છેલ્લા કંડક પ્રમાણ સ્થાનકોમાં ઉત્કૃષ્ટ રસ કહ્યા વિના બાકી છે તે સ્થાનોમાં પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર અનન્તગુણ રસ છેલ્લા ઉત્કૃષ્ટસ્થિતિસ્થાન પર્વત કહેવો. ઉપઘાતાદિમાં ઉપર પ્રમાણે કહેવું અને ઇતર-પરાઘાતાદિમાં ઉત્કૃષ્ટસ્થિતિસ્થાનકથી આરંભી અધોમુખ ઉપર પ્રમાણે કહેવું.
ટીકાનુ–ઉપઘાતનામ આદિ પંચાવન પ્રકૃતિઓમાં-જઘન્ય સ્થિતિસ્થાનક બાંધતા જે જઘન્ય રસસ્થાન બંધાય છે તેનાથી અનંતગુણ-અનંતગુણ જઘન્યરસ અનુક્રમે ઉપર ઉપરના સ્થિતિસ્થાનક બાંધતા બંધાય છે. તે આ પ્રમાણે–જઘન્ય સ્થિતિસ્થાન બાંધતા જે જઘન્ય રસ બંધાય છે તે અલ્પ છે, તેનાથી બીજું સ્થિતિસ્થાન બાંધતા જે જઘન્ય રસ બંધાય છે તે અનંતગુણ છે, તેનાથી પણ ત્રીજું સ્થિતિસ્થાન બાંધતા જે જઘન્ય રસ બંધાય છે તે અનંતગુણ છે. આ પ્રમાણે પૂર્વ-પૂર્વ સ્થિતિસ્થાન બાંધતા જે જઘન્ય રસ બંધાય, તેનાથી ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં જઘન્ય અનંતગુણ રસ ત્યાં સુધી કહેવો યાવતું નિવર્તન કંડક થાય. નિવર્તન કંડક એટલે જ્યાં જઘન્ય સ્થિતિબંધભાવિ રસબંધાધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે.
જઘન્યસ્થિતિબંધથી આરંભી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનક પર્યત જઘન્યસ્થિતિના રસબંધાવ્યવસાયની અનુકૃષ્ટિ થાય છે માટે મૂળથી આરંભી ત્યાં સુધીનાં સ્થાનકોને નિવર્તન કંડક કહેવાય છે. અથવા પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમયપ્રમાણ સ્થિતિસ્થાનકની સંખ્યાને નિવર્તન કંડક કહેવાય છે જે આગળ કહેલ છે.
નિવર્તન કંડકના છેલ્લા સ્થિતિસ્થાનકે જે જઘન્યરસ બંધાય છે તેનાથી પહેલી સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસબંધ અનંતગુણ થાય છે, તેનાથી નિવર્તન કંડકની ઉપરની પહેલી સ્થિતિમાં જઘન્ય રસ અનંતગુણ બંધાય છે, તેનાથી પણ બીજી સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ બંધાય છે, તેનાથી કંડક ઉપરની બીજી સ્થિતિમાં જઘન્યરસ અનંતગુણ બંધાય છે, તેનાથી ત્રીજી સ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ બંધાય છે. એ પ્રમાણે નીચે-નીચેના એક એક સ્થાનકમાં ઉત્કૃષ્ટ અનંતગુણ રસ અને કંડકની ઉપર-ઉપરના એક એક સ્થાનકમાં જઘન્ય રસ અનંતગુણ ત્યાં સુધી કહેવો યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન આવે, એટલે કે ઉત્કૃષ્ટ સ્થિતિમાં જઘન્ય રસબંધ અનંતગુણ થાય ત્યાં સુધી ઉક્ત પ્રકારે જાણવું.
છેલ્લી કંડકપ્રમાણ સ્થિતિઓમાં ઉત્કૃષ્ટ અનુભાગ કહ્યા સિવાય બાકી રહે છે તે પણ ઉત્તરોત્તર પંચ ૨-૧૫