________________
| અમ્ | નમ: શ્રર્મવાવ્યાખ્યા છે
આમુખ
કેવલજ્ઞાનદિવાકર સર્વતત્ત્વરહસ્યવેદી વિશ્વોપકર્તા અને જગદુદ્ધર્તા શ્રમણ ભગવાન શ્રી વર્ધમાન તીર્થંકર પ્રતિપાદન કરેલ જૈનદર્શનમાં સ્યાદ્વાદ, અહિંસાવાદ વગેરે વાદો જેમ એના મહત્ત્વના અંગસ્વરૂપ છે, એ જ રીતે અને એટલા જ પ્રમાણમાં કર્મવાદ એ પણ એનું એવું જ પ્રધાન અંગ છે, સ્યાદ્વાદ અને અહિંસાવાદના વ્યાખ્યાન અને વર્ણનમાં જેમ જૈનદર્શને જગતભરના સાહિત્યમાં એક ભાત પાડી છે, એ જ પ્રમાણે કર્મવાદના વ્યાખ્યાનમાં પણ એણે એટલાં જ કૌશલ અને ગૌરવ દર્શાવ્યાં છે. એ જ કારણે જૈનદર્શને કરેલી કર્મવાદની શોધ અને તેનું વ્યાખ્યાન એ બન્નેય ભારતીય દર્શનસાહિત્યમાં તેના અનેકાન્તવાદ અને અહિંસાવાદ વગેરે વાદોની માફક ચિરસ્મરણીય મહત્ત્વનું સ્થાન ભોગવી રહેલ છે. જેનદર્શનમાં કર્મવાદનું સ્થાન
આજે સામાન્ય માન્યતા એવી છે કે “જૈનદર્શન કર્મવાદી છે.” અલબત્ત આ માન્યતા અસત્ય તો નથી જ; છતાં આ માન્યતાની આડે એક એવી ભ્રાન્તિ જન્મી છે કે “જૈનદર્શન માત્ર કર્મવાદી છે.” આ સંબંધમાં કહેવું જોઈએ કે “જૈનદર્શન માત્ર કર્મવાદી છે એમ નથી, પણ તે વિશ્વવાદી છતાં ટૂંકમાં મહાતાર્કિક આચાર્ય શ્રીસિદ્ધસેનદિવાકરના–
कालो सहाव नियई पुव्वकयं पुरिसकारणेगंता ।
मिच्छत्तं ते चेवा समासओ होइ सम्मत्तं ॥ આ કથનાનુસાર ““કાલવાદ, સ્વભાવવાદ વગેરે પાંચ કારણવાદને માનનાર દર્શન છે” કર્મવાદ એ ઉપરોક્ત પાંચ કારણવાદ પૈકીનો એક વાદ છે. આમ છતાં ઉપર જણાવેલી બ્રાન્ત માન્યતા ઉદ્ભવવાનું મુખ્ય કારણ એટલું જ કે, જૈનદર્શને માન્ય કરેલ પાંચ વાદો પૈકી કર્મવાદે સાહિત્યના ક્ષેત્રમાં જે વિશાળ સ્થાન રોકેલું છે એના શતાંશ જેટલુંય બીજા એક પણ વાદે રોકયું નથી. આ ઉપરથી સમજી શકાશે કે “જૈનદર્શન માત્ર કર્મવાદને માનનાર દર્શન નથી પણ તે ટૂંકમાં પાંચ કારણવાદને માનનાર અનેકાન્તવાદી દર્શન છે.” મૌલિક જૈન કર્મસાહિત્ય
જૈન કર્મવાદનું સ્વરૂપ અને તેનું વ્યાખ્યાન અત્યારે વિદ્યમાન જૈન આગમોમાં છૂટું છૂટું