________________
બંધનકરણ
ઉપઘાત, ઘાતિકર્મ અને અશુભ વર્ણાદિ નવ એ અશુભ વર્ગ છે.
ટીકાનુ—જે જે કર્મપ્રકૃતિઓમાં અનુકૃષ્ટિ, તીવ્રમન્દતા લગભગ સમાન હોય છે તેવા તે તે પ્રકૃતિઓના ચાર વર્ગ પાડવામાં આવ્યા છે. ૧. અપરાવર્તમાન અશુભપ્રકૃતિવર્ગ, ૨. અપરાવર્તમાન શુભપ્રકૃતિવર્ગ, ૩. પરાવર્તમાન શુભપ્રકૃતિવર્ગ, ૪. પરાવર્તમાન અશુભપ્રકૃતિવર્ગ.
પહેલાં અપરાવર્તમાન અશુભવર્ગની પ્રકૃતિઓ બતાવે છે—ઉપઘાતનામકર્મ, જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, મિથ્યાત્વમોહનીય, સોળ કષાય, નવ નોકષાય, અંતરાય પાંચ, કૃષ્ણ, નીલવર્ણ, દુરભિગંધ, કડવો, તીખોરસ ગુરુ, કર્કશ, શીત, રુક્ષ-સ્પર્શ એ અશુભવર્ણાદિની નવ એમ પંચાવન પ્રકૃતિઓ પહેલા વર્ગમાં આવે છે. ૭૯
હવે અપરાવર્તમાન શુભપ્રકૃતિવર્ગ કહે છે—
परघायबंधणतणु अंग सुवन्नाइ तित्थनिम्माणं ।
• अगुरुलघूसासतिगं संघाय छयाल सुभवग्गो ॥८०॥ पराघातबन्धनतनवः अङ्गसुवर्णादि तीर्थनिर्माणम् । अगुरुलघुच्छ्वासत्रिकं सङ्घातं षट्चत्वारिंशत् शुभवर्गः ॥८०॥
અર્થ—પરાઘાતનામ, પંદર બંધનનામ, પાંચ શરીરનામ, ત્રણ અંગોપાંગનામ, શુભ વર્ણ, ગંધ ૨સ અને સ્પર્શની અગિયાર, નિર્માણનામ, તીર્થંકરનામ, અગુરુલઘુનામ, ઉચ્છ્વાસનામ, આતપનામ, ઉદ્યોતનામ, પાંચ સંઘાતનામ—એ છેતાળીસ અપરાવર્તમાન, શુભપ્રકૃતિઓ બીજા વર્ગમાં આવે છે. ૮૦
હવે પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો વર્ગ બતાવે છે—
सायं थिराइ उच्चं सुरमणु दो दो पणिदि चउरंसं । रिसह पसत्थविहगई सोलस परियत्तसुभवग्गो ॥८१॥
૯૫
सातं स्थिरादिरुच्वं सुरमनुजयोः द्वे द्वे पञ्चेन्द्रियचतुरस्त्रम् । ऋषभं प्रशस्तविहायोगतिः षोडश परावर्त्तमानशुभवर्गः ॥ ८१ ॥
અર્થ—સાતાવેદનીય, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આય અને યશઃકીર્તિનામ એ સ્થિરાદિ છ, ઉચ્ચગોત્ર, દેવદ્ધિક, મનુષ્યદ્વિક, પંચેન્દ્રિયજાતિ, સમચતુરગ્નસંસ્થાન, વજ ઋષભનારાચસંઘયણ અને પ્રશસ્તવિહાયોગતિ, એ સોળ પરાવર્તમાન શુભપ્રકૃતિઓ ત્રીજા વર્ગમાં આવે છે. ૮૧
હવે પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો વર્ગ કહે છે—
अस्सायथावरदसगनरयदुगं विहगगई य अपसत्था । पंचिदिरिसहचउरंसगेयरा असुभघोलणिया ॥८२॥