________________
૯૪
પંચસંગ્રહ-૨
અર્થચારે આયુની સર્વજઘન્ય સ્થિતિમાં થોડાં સ્થાનો છે, ઉત્તર ઉત્તર સ્થાનોમાં અસંખ્યાતગુણ શ્રેણિએ હોય છે.
ટીકાનુ–સઘળા-ચારે આયુના સર્વજઘન્ય સ્થિતિસ્થાનમાં રસબંધાધ્યવસાયો થોડા છે, તે પણ અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણે તો છે જ. સમયાધિક સ્થિતિસ્થાનમાં અસંખ્યાતગુણા છે. આ પ્રમાણે પછી પછીના સ્થિતિસ્થાનમાં પૂર્વ પૂર્વથી અસંખ્યાત-અસંખ્યાતગુણા ત્યાં સુધી કહેવાયાવત ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન આવે. આ પ્રમાણે આયુના સ્થિતિસ્થાનમાં રસબંધાવ્યવસાય સ્થાનોનો વિચાર કર્યો. ૭૭.
હવે રસબંધસ્થાનોની તીવ્રતા અને મંદતાનું સ્પષ્ટ જ્ઞાન થાય માટે રસબંધમાં હેતુભૂત અધ્યવસાયોની અનુકૃષ્ટિ કહે છે. અનુકૃષ્ટિ એટલે અધ્યવસાયનું અનુસરણ. પૂર્વ પૂર્વ સ્થિતિસ્થાનમાં જે જે રસબંધાધ્યવસાયો હોય તેઓમાંના અમુક અધ્યવસાયો તે પછીના કેટલા સ્થિતસ્થાન સુધી હોય તેનો જે વિચાર તે અનુકૃષ્ટિ કહેવાય છે તેની શરૂઆત કરે છે–
गंठीदेसे संनी अभव्वजीवस्स जो ठिईबंधो । ठिइवुड्डीए तस्स उ बंधा अणुकड्डिओ तत्तो ॥७८॥
ग्रन्थीदेशे सज्ञिनोऽभव्यजीवस्य यः स्थितिबन्धः ।
स्थितिवृद्धौ तस्य तु बन्धादनुकृष्टिस्ततः ॥७॥ અર્થ–પ્રન્ચિ દેશે જે સંજ્ઞી વર્તે છે તે અભવ્ય જીવને જે સ્થિતિબંધ થાય છે તે બંધથી આરંભી સ્થિતિ વધે અનુકૃષ્ટિ થાય છે.
ટીકાનુ–પ્રન્થિદેશે વર્તતા સંજ્ઞી પંચેન્દ્રિય અભવ્ય જીવને જે જઘન્યસ્થિતબંધ થાય છે, તે જઘન્ય સ્થિતિબંધથી આરંભી પછી પછીનાં સ્થિતિસ્થાનોમાં રસબંધાધ્યવસાયોની અનુકૃષ્ટિ થાય છે. અનુકૃષ્ટિ એટલે અધ્યવસાયોનું અનુસરણ, અનુકૃષ્ટિ, અનુકર્ષણ, અનુવર્તન એ એકાર્થક છે. ગાથામાં કહેલ ‘તુ શબ્દ નહિ કહેલ અર્થનો સમુચ્ચય કરતો હોવાથી કેટલીક પ્રવૃતિઓમાં અભવ્યને જે જઘન્ય સ્થિતબંધ થાય છે તેથી ઓછા સ્થિતિબંધથી આરંભીને પણ અનુકૃષ્ટિ થાય છે એમ જાણવું. ૭૮.
वग्गे वग्गे अणुकढी तिव्वमंदत्तणाई तुल्लाइं । उवघायघाइपगडी कुवन्ननवगं असुभवग्गो ॥७९॥ वर्गे वर्गेऽनुकृष्टिः तीव्रमन्दत्वानि तुल्यानि ।
उपघातघातिप्रकृतयः कुवर्णनवकमशुभवर्गः ॥७९॥ અર્થ–વર્ગ-વર્ગની અનુકૃષ્ટિ અને તીવ્રતા-મંદતા આદિ તુલ્ય છે તેથી વર્ગ પાડે છે.
૧. અંતઃકોડાકોડી સાગરોપમપ્રમાણ સ્થિતિબંધથી આરંભી સ્થિતિ વધે અનુકૃષ્ટિ થાય એમ અહીં કહ્યું છે તેથી તેનાથી ઓછો બંધ કરતા એકેન્દ્રિયથી અસંજ્ઞી સુધીના જીવોના વિષયમાં તેમજ નવમે ગુણસ્થાનકે કે જ્યાં ક્રોડ સાગરોપમનો બંધ થાય છે ત્યાં અનુકૃષ્ટિનું સ્વરૂપ બહુશ્રુત પાસેથી જાણી લેવું.