________________
૯૦
પંચસંગ્રહ-૨
અર્થ–જઘન્ય સ્થિતિના પ્રથમ બંધહેતુમાં થોડા અનુભાગબંધના અધ્યવસાયો હોય છે, પછી ક્રમશઃ વધારે વધારે હોય છે. યાવત્ ચરમસ્થિતિના ચરમ બંધહેતુમાં વધારેમાં વધારે હોય છે.
ટીકાનુ–જઘન્ય સ્થિતિબંધમાં ઓછામાં ઓછા કષાયોદયથી આરંભી અસંખ્યાતાલોકાકાશ પ્રદેશપ્રમાણ = અસંખ્યાતા કષાયોદયો હેતુભૂત છે. તેમાંના સૌથી જઘન્ય-પહેલા કષાયોદયમાં રસબંધના હેતુભૂત લેશ્યાજન્ય પરિણામોની સંખ્યા અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ છે, તે હવે પછી કહેવાશે–તેની અપેક્ષાએ અલ્પ છે. તેનાથી બીજા કષાયોદયમાં વિશેષાધિક છે, તે કરતાં ત્રીજા કષાયોદયમાં વિશેષાધિક છે. તેથી ચોથામાં વિશેષાધિક છે એ પ્રમાણે પૂર્વ પૂર્વ કષાયોદયથી ઉત્તરોત્તર કષાયોદયમાં વધારતા વધારતા ત્યાં સુધી જવું યાવતુ છેલ્લા ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં હેતુભૂત અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ કષાયોદયમાંનું છેલ્લું સર્વોત્કૃષ્ટ કષાયોદય સ્થાન આવે. છેલ્લા કષાયોદયસ્થાનમાં રસબંધના હેતુભૂત વેશ્યાજન્ય પરિણામોની સંખ્યા સર્વથી, વધારે આવે છે.
આ પ્રમાણે અનંતરોપનિધા વડે વૃદ્ધિનો વિચાર કર્યો. ૭૨. હવે પરંપરોપનિધા વડે વૃદ્ધિનો વિચાર કરે છે–
गंतमसंखा लोगा पढमाहिंतो भवंति दुगुणाणि । आवलिअसंखभागो दुगुणठाणाण संवग्गो ॥७३॥ गत्वाऽसंख्यान् लोकान् प्रथमात् भवन्ति द्विगुणानि । ..
आवल्यसंख्यभागो द्विगुणस्थानानां संवर्गः ॥७३॥ અર્થ-અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ ઓળંગીને પહેલાથી બમણા થાય છે. દ્વિગુણસ્થાનોનો સરવાળો આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપ્રમાણ છે.
ટીકાનુ–જઘન્ય સ્થિતિબંધમાં હેતુભૂત અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણે કષાયોદયોમાંના જઘન્ય કષાયોદયસ્થાનથી આરંભી અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ કષાયોદયસ્થાન ઓળંગીને પછી જે કષાયોદયસ્થાન આવે તેની અંદર રસબંધના હેતુભૂત વેશ્યાજન્ય અધ્યવસાયો પહેલા કષાયોદયસ્થાનની અપેક્ષાએ બમણા હોય છે. ત્યારપછી તેટલા કષાયોદયસ્થાન ઓળંગીને પછી જે કષાયોદયસ્થાન આવે તેની અંદર બમણા થાય છે. ત્યારપછી વળી તેટલા કષાયોદયસ્થાન ઓળંગી પછી જે કષાયોદયસ્થાન આવે તેમાં બમણા થાય છે. આ પ્રમાણે બમણા બમણા ત્યાં સુધી કહેવા યાવત્ સર્વોત્કૃષ્ટ કષાયોદયસ્થાન આવે.
આ પ્રમાણે બમણા બમણા રસબંધના હેતુભૂત અધ્યવસાયોવાળા કષાયોદયનાં સ્થાનો સરવાળે આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હોય તેટલો થાય છે. ૭૩.
असुभपगईणमेवं इयराणुक्कोसगम्मि ठिइबंधे । सव्वुक्कोसगहेऊ उ होइ एवं चिय असेसं ॥७४॥