________________
બંધનકરણ
૮૯
અહીં એમ શંકા થાય છે, કારણો અનેક છતાં કાર્ય એક જ કેમ થાય ? તેના ઉત્તરમાં સમજવાનું કે કષાયોદયોરૂપ કારણો અનેક છતાં સામાન્યતઃ એક સ્થિતિસ્થાનના બંધરૂપ કાર્ય જો કે એક જ થાય છે છતાં જે સ્થિતિસ્થાન બંધાય છે તે એક સરખી જ રીતે ભોગવાય તેવું બંધાતું નથી, પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવાદિ અનેક જાતની વિચિત્રતાયુક્ત બંધાય છે. ભિન્ન ભિન્ન દ્રવ્યોરૂપ નિમિત્ત વડે, ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં, ભિન્ન ભિન્ન કાળમાં અને જુદા જુદા ભવોમાં જે એક જ સ્થિતિસ્થાન અનુભવાય છે, તે જો તેના બંધમાં અનેક કષાયોદયરૂપ અનેક કારણો ન હોય તો ન અનુભવાય. બંધમાં એક જ કારણ હોય તો બાંધનારા સઘળા એકસરખી જ રીતે અનુભવે. એક જ સ્થિતિસ્થાન જુદા જુદા જીવો દ્રવ્યાદિ ભિન્ન ભિન્ન સામગ્રી પામીને જે અનુક્રમે છે, તે જુદા જુદા કષાયોદયરૂપ ભિન્ન ભિન્ન કારણોને જ આભારી છે.
હવે રસબંધના હેતુભૂત અધ્યવસાયોના સંબંધમાં કહે છે–એક એક કષાયોદયમાં અસંખ્યાતાલોકાકાશપ્રદેશપ્રમાણ અનુભાગ બંધનાં સ્થાનો છે એટલે કે “કાર્ય વડે કારણ ખેંચાતું હોવાથી’ રસબંધના હેતુભૂત અધ્યવસાયો હોય છે. રસબંધમાં શુદ્ધ કષાયોદય જ કારણ નથી, પરંતુ વેશ્યાજન્ય અસંખ્યાતાલોકાકાશપ્રદેશપ્રમાણ પરિણામો પણ કારણ છે. એટલે કે વેશ્યાથી થયેલ પરિણામયુક્ત કષાયોદય સ્થાન વડે રસબંધ થાય છે. દાખલા તરીકે–એક હજાર જીવોને કષાયોદયરૂપ કારણ એકસરખું જ હોય અને તેથી સ્થિતિબંધ એકસરખી જ રીતે ભોગવાય તેવો જ થાય છતાં રસબંધ એકસરખી જ રીતે ભોગવાય તેવો ન પણ થાય. વેશ્યાના ભિન્ન ભિન્ન પરિણામરૂપ નિમિત્ત વડે જુદી જુદી રીતે ભોગવાય તેવો પણ રસબંધ થાય. આ પ્રમાણે કષાયોદયયુક્ત વેશ્યાનાં પરિણામો સબંધમાં હેતુ છે. એક એક કષાયોદયમાં રસબંધના હેતુભૂત અસંખ્યાતાલોકાકાશપ્રદેશપ્રમાણ વેશ્યાજન્ય પરિણામો હોય છે તેથી સ્થિતિ એકસરખી બાંધવા છતાં રસ વત્તા-ઓછો બંધાય છે.
જઘન્યસ્થિતિ બાંધતાં જઘન્યકષાયથી આરંભી અસંખ્યાતાલોકાકાશપ્રદેશપ્રમાણ કષાયોદયો કારણ છે, સમયાધિક બાંધતાં તે પછીના તેટલા જ કષાયોદયો કારણ છે, એ પ્રમાણે જેમ વિભાગ છે તેમ અમુક પ્રકારનો કષાયોદય હોય ત્યારે અમુક વેશ્યાનાં પરિણામો હોય અને તે વખતે અમુક રસસ્થાન બંધાય એવો વિભાગ હોય છે જે અનુકૃષ્ટિમાં સમજાશે. તેથી જ એક એક કષાયોદયમાં અનેક જીવની અપેક્ષાએ તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતરાદિ લેશ્યાજન્ય અનેક પરિણામો હોવાથી અસંખ્યાતાલોકાકાશપ્રદેશપ્રમાણ રસબંધના અધ્યવસાયો માનવા તે કંઈ વિરુદ્ધ નથી.
હવે પ્રત્યેક કષાયોદયમાં રસબંધના અધ્યવસાયો ક્રમશઃ કેવી રીતે વધે છે તેનો વિચાર કરે છે. તેનો બે પ્રકાર છે : ૧. અનંતરોપનિધા વડે, ૨. પરંપરોપનિધા વડે, તેમાં પ્રથમ અનંતરોપનિધા વડે વિચાર કરે છે–
थोवाणुभागठाणा जहन्नठिइपढमबंधहेउम्मि । तत्तो विसेसअहिया जा चरमाए चरमहेउ ॥७२॥
स्तोकान्यनुभागस्थानानि जघन्यस्थितिप्रथमबन्धहेतौ ।
ततो विशेषाधिकानि यावत् चरमायां चरमहेतौ ॥७२॥ પંચ૦૨-૧૨