________________
૭૮
પંચસંગ્રહ-૨
આવે છે તે જણાવવું તે છે, તે જ કહે છે–અહીં રસબંધના અધિકારમાં અવિભાગ, વર્ગણા; સ્પદ્ધક, રસસ્થાન, કંડક, આ સઘળાની સંખ્યા કૃતયુગ્મ સંજ્ઞાવાળી છે. આ પ્રમાણે જોયુમ પ્રરૂપણા કરી.
હવે પર્યવસાન પ્રરૂપણા કરે છે–પહેલા સ્થાનકમાં છેલ્લી વાર અનંતગુણવૃદ્ધસ્થાન થયા પછી પહેલી અને બીજી વારના અનંતગુણવૃદ્ધ સ્થાનની વચમાં થયેલ પંચ વૃદ્ધયાત્મક સઘળાં સ્થાનો થાય છે. ત્યારપછી અનંતગુણવૃદ્ધસ્થાન થતું નથી. કારણ કે પહેલું ષસ્થાનક પૂર્ણ થાય છે. તેથી તે છેલ્લું અનન્તગુણસ્થાન જ પહેલા ષસ્થાનકનું પર્યવસાન છે. ત્યારપછી. પહેલાના ક્રમે બીજું ષસ્થાન શરૂ થાય છે. પહેલા સ્થાનકમાં જેમ શરૂઆતમાં અનન્તભાગવૃદ્ધસ્થાનો કંડક પ્રમાણ થાય છે. ત્યારપછી અનંતભાગ વડે અંતરિત અસંખ્યાતભાગવૃદ્ધસ્થાનો કંડક પ્રમાણ થાય છે, ત્યારપછી સંખ્યાતભાગાદિ સ્થાનો થાય છે તેમ બીજા ષસ્થાનકમાં પણ શરૂઆતમાં અનંતભાગવૃદ્ધસ્થાનો કંડક પ્રમાણ થાય છે. ત્યારપછી અનંતભાગ વડે અંતરિત અસંખ્યાતભાગવૃદ્ધ સ્થાનો કંડક પ્રમાણ થાય છે, ત્યારપછી સંખ્યાતભાગાદિ સ્થાનો થઈ બીજું ષસ્થાનક પૂર્ણ થાય છે. એ જ ક્રમે ત્રીજું, એમ અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ ષસ્થાનકો થાય છે. આ પ્રમાણે પર્યવસાન પ્રરૂપણા કહી.
હવે અલ્પબદુત્વ પ્રરૂપણા કરે છે તે બે પ્રકારે થાય. ૧. અનંતરોપનિયા વડે, ૨. પરંપરોપનિધા વડે, તેની અંદર પહેલાં અનંતરોપનિધા વડે અલ્પબદુત્વ પ્રરૂપણા કરે છે–
सव्वत्थोवा ठाणा अणंतगुणणाए जे उ गच्छंति । तत्तो असंखगुणिया णंतरवुढीए जहा हेट्ठा ॥५९॥
सर्वस्तोकानि स्थानान्यनन्तगुणनया ये तु गच्छन्ति ।
ततोऽसंख्येयगुणान्यनन्तरवृद्धया यथाऽधस्तनानि ॥५९॥ અર્થ—અનન્તગુણવૃદ્ધિવાળાં સ્થાનો સૌથી અલ્પ છે. તેથી પછી પછીની વૃદ્ધિવાળાં અસંખ્યાત-અસંખ્યાતગુણ છે.
ટીકાનુ–જે સ્થાનો અનંતગુણવૃદ્ધિવાળાં છે તે અલ્પ છે. ત્યારપછી થતી અનંતર અનંતર વૃદ્ધિને આશ્રયી જેમ જેમ નીચે નીચેના સ્થાનો તેમ તેમ અસંખ્યગુણા છે.
તાત્પર્ય આ પ્રમાણે છે-અનંતગુણવૃદ્ધિવાળાં સ્થાનો માત્ર કંડક જેટલાં હોવાથી અલ્પ છે. તેનાથી અસંખ્યયગુણવૃદ્ધિવાળાં સ્થાનો અનંતગુણવૃદ્ધિના કંડકને કંડકે ગુણવાથી અને તેની અંદર એક કંડક ઉમેરવાથી જેટલાં થાય તેટલાં હોવાથી અસંખ્યાતગુણ છે.
એમ શી રીતે તે જાણી શકાય ? તો કહે છે–પ્રત્યેક અનન્તગુણવૃદ્ધસ્થાન પહેલાં અસંખ્યયગુણવૃદ્ધસ્થાનો કંડક પ્રમાણ થાય છે. અનંતગુણવૃદ્ધિનાં સ્થાનો એક કંડક જેટલાં છે માટે કંડકને કંડકે ગુણવા અને છેલ્લું અનંતગુણવૃદ્ધ સ્થાન થયા પછી એક કંડક પ્રમાણ અસંખ્યગુણવૃદ્ધ સ્થાનો થાય છે. માટે તે એક કંડક જેટલાં સ્થાનો વધારવાં, એટલે ઉપરોક્ત સંખ્યા થાય છે.
પહેલી વારના અનંતગુણવૃદ્ધસ્થાનની પહેલાંના અસંખ્યાતગુણવૃદ્ધ સ્થાનોથી સંખ્યય