________________
બંધનકરણ
૭૭
હવે સઘળા રસબંધસ્થાનોના સમૂહ આશ્રયી વિશિષ્ટ સંખ્યાના નિરૂપણ માટે કહે છે
सुहुमगणिं पविसंता चिटुंता तेसिं कायठिइकालो । कमसो असंखगुणिया तत्तो अणुभागठाणाई ॥५७॥
सूक्ष्माग्नि प्रविशन्ति तिष्ठन्ति तेषां कायस्थितिकालः ।
क्रमशोऽसंख्येयगुणाः ततोऽनुभागस्थानानि ॥५७॥
અર્થ જે જીવો સૂક્ષ્મ અગ્નિકાયમાં પ્રવેશ કરે છે–ઉત્પન્ન થાય છે, તથા જે જીવો તેની અંદર રહેલા છે. તથા તેનો જે સ્વકાયસ્થિતિકાળ છે તે ક્રમે અસંખ્યગુણ છે. તે કરતાં રસબંધનાં સ્થાનો અસંખ્યગુણ છે.
ટીકાનુ–જે જીવો એક સમયે સૂક્ષ્મ અગ્નિકાયમાં પ્રવેશ કરે છે એટલે ઉત્પન્ન થાય છે તે અલ્પ છે અને તે અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ છે. તે કરતાં જે જીવો સૂક્ષ્મઅગ્નિકાયપણે રહ્યા છે તે અસંખ્યગુણ છે, તેનાથી તેઓનો કાયસ્થિતિકાળ અસંખ્યગુણ છે, તે કરતાં પણ રસબંધનાં સ્થાનો અસંખ્યગુણ છે. પ૭.
હવે તે જ વિશિષ્ટ સંખ્યા બતાવવા ઓજોયુગ્મ પ્રરૂપણા કરે છે.
कलिबारतेयकडजुम्मसन्निया होति रासिणो कमसो । एगाइसेसगा चउहियंमि कडजुम्म इव सव्वे ॥५८॥ कलिद्वापरत्रेताकृतयुग्मसंज्ञिता भवन्ति राशयः क्रमशः ।
एकादिशेषकाः चतुभिर्हते कृतयुग्मा इह सर्वे ॥५८॥
અર્થ–કોઈ સંખ્યાને ચારે ભાગતાં એક આદિ શેષ રહે તેવી સંખ્યાને અનુક્રમે કલિ, દ્વાપર, તેત્રા અને કૃતયુગ્મ સંજ્ઞાવાળી કહેવાય છે. અહીં સઘળા કૃતયુગ્મ સંજ્ઞાવાળા છે.
ટીકાન–અહીં વિષમ સંખ્યાને ઓજ કહે છે, જેમ–એક, ત્રણ વગેરે. અને સમસંખ્યાને યુગ્મ કહે છે. જેમ–બે, ચાર વગેરે. જે રાશિઓને ચારે ભાગતાં એક, બે, ત્રણ, વધે અને કંઈ ન વધે તે રાશિઓ અનુક્રમે કલિ, દ્વાપર, ત્રેતા અને કૃતયુગ્મ સંજ્ઞાવાળી કહેવાય છે.
એનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે–કોઈ વિવક્ષિત ચાર રાશિ સ્થાપવા, તેઓને ચારે ભાગવા, ચારે ભાગતાં જેની અંદર એક વધે તે રાશિ પૂર્વ પુરુષની પરિભાષા વડે કલ્યોજ કહેવાય છે, જેમકે તેર. અહીં વિષમ સંખ્યામાં કલિ અને ત્રેતા સાથે જ શબ્દ જોડાશે અને સમસંખ્યામાં દ્વાપર અને કૃતિ સાથે યુગ્મ જોડાશે. જે રાશિને ચારે ભાગતાં બે વધે તે દ્વાપરયુગ્મ, જેમ ચૌદ. જેની અંદર ત્રણ વધે તે ત્રેતૌજ, જેમ પંદર. અને ચારે ભાગતાં જેની અંદર કંઈ જ શેષ ન રહે તે સંખ્યા કૃતયુગ્મ કહેવાય છે, જેમ સોળ. કહ્યું છે કે ચૌદ સંખ્યાને દ્વાપરયુગ્મ, સોળને કૃતયુગ્મ, તેરને કલ્યોજ, અને પંદરને ત્રેતૌજસંજ્ઞા કહેવાય છે.
અહીં ઉપરોક્ત સંજ્ઞા બતાવવાનું કારણ રસબંધનાં સ્થાનો, કંડકો વગેરે કઈ સંજ્ઞામાં