SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટો ] ૩૧૭ પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મ.ને ઉપરોક્ત પત્રિકાના અનુસંધાનમાં મુંબઈ સમાચારના અધિપતિ શેઠ સોરાબજી પાલનજી કાપડીઆ ઉપરને પત્ર. શ્રી જ્ઞાનમંદિર, મનસુખભાઈ શેડની પિળ અમદાવાદ માગશર સુદ ૧૪-૧૫, સં. ૨૦૦૧, બુધ લિ. વિજય રામચંદ્રસૂરિ. મુંબઈ સમાચારના અધિપતિ શેઠ સોરાબજી જોગ, ધર્મલાભ સાથે જણાવવાનું કે–આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીની સહીથી “શાસનપ્રેમી ભાઈઓને - સવેળાની ચેતવણી નં.” એવા મથાળાથી એક પત્રિકા કેટલાક દિવસો પહેલાં પ્રગટ થઈ છે. જે આ સાથે છે. ઉક્ત પત્રિકા મળી, ત્યારે એમ ધારેલું કે તમારા તરફથી એ બાબતમાં ખુલાસે પ્રગટ થશે. ' આથી આજ સુધી રાહ જોઈપણ તમારા તરફથી મજકુર પત્રિકાની બાબતમાં કોઈ પણ પ્રકારને ખુલાસો મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલું જોવામાં આવ્યો નહિ, એ કારણે જ આ પત્ર લખ્યો છે. - અત્યાર સુધીમાં તમે મને કદી પણ મળ્યા નથી તેમજ તિથિચર્ચાને અંગે પણ તમે કાંઈ પૂછાવ્યું કે જણાવ્યું નથી. મજકર પત્રિકાના પ્રચારથી અત્રે અને બહારગામ ઘણી ગેરસમજ ફેલાતી હોવાના સમાચાર મળ્યા છે. આ કારણે પણ, એ વિષે તમારે વ્યાજબી ખુલાસે જાહેર કરવા જોઈએ. માનું છું કે-આ પત્રને ઉતર બનતી ત્વરાએ લખો. તમારે ઉત્તર આવ્યા પછીથી, જરૂર જણાશે તે, જાહેર જનતા જોગ મારું નિવેદન પણ તમને મોકલી આપવાની ઈચ્છા છે. તે આત્માના સાચા કલ્યાણના સાચા માર્ગે પ્રયત્નશીલ બને, એજ એક શુભાભિલાષા સાથે વિરમું છું. દા.પોતે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy