SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શેષ દિવસેા પૂરા થયા બાદ ચૈ.વ. ખીજના દિવસે સહુએ મળવું તેમ નક્કી થયું. છેલ્લા કેટલાય દાયકાઓથી જૈન સંઘની ભવિતવ્યતા જ વિષમ હશે કે તે કારણસર પુરધર ગણાતા ગીતાર્થ આચાર્ચીથી માંડીને નાના શ્રમણ-શ્રમણીઓમાંથી કેટલાક ગુરુભેદ, સમુદાયભેદ, ગચ્છભેદ, તિથિભેદ વગેરે ભેદોના કારણે એકબીજા સામે કષાયની તીવ્ર પરિણતિથી ટકરાતા જ રહેતા હતા. વાત શાસ્ત્રોની રજૂ કરે પરંતુ ભીતરમાં તા એકબીજા પ્રત્યેના કષાયભાવ જ ફેસલા મારી દેવા માટે ઘૂરકી કરતા, લગભગ સર્વત્ર જણાતા હતા. શ્રમણુ-સંસ્થાની પરિસ્થિતિ જ્યારે આવી અને ત્યારે પાતપેાતાના ગુરુ પ્રત્યે આદર ધરાવતા, લગભગ શાસ્ત્રને અજાણુ એવા ગૃહસ્થ ભક્તવર્ગ એમની પાછળ દોરવાઈને પેાતાના વિપક્ષને ભરપેટ ગાળા દે, કુગુરુ કહે, મિથ્યાષ્ટિ કહે, ઉત્સૂત્રભાષી કહે તેમાં કશી નવાઇ નથી. ખેર....પણ મેાટાભાગના શ્રમણા, આચાયૅ વગેરે આ યાદવાસ્થળીથી અત્યન્ત ઉદ્વિગ્ન તા હતા જ. પરન્તુ શું કરવું? તે સૂઝતું ન હતું. પરિસ્થિતિ ઉત્તરાત્તર બગડતી ચાલી. આંતરકલહ, એકધારી ઉદ્વિગ્નતા વગેરેને કારણે બીજા ઘણાં નુકસાન થતાં જ ચાલ્યાં. (૧) નવી પેઢીના સંસ્કરણ તરફ જોરદાર ઉપેક્ષા થવાથી તેનું પાશ્ચાત્ય જીવન-પદ્ધતિ તરફ ઢળતું સંસ્કરણ માટા પાયે શરૂ થયું. જૈનનું સંતાન ‘જૈન' લાગે જ નહિ તેવી તેની તમામ પ્રકારની જીવનચર્ચા બની ગઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy