SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પણ શ્રાવકે જ જે સ્વયં અષ્ટપ્રકારી પૂજા કરે તે તેના જેવું ઉત્તમ એકે ય નથી. એ વાત રજૂ કરેલી છે. [છતાં તેને કેમ ધ્યાનમાં લેવાતી નથી?] વળી પૂજારીઓને પણ આશાતનાથી નિવારી શકાય તેમ હોય તે પૂજારીઓ પણ અંગપૂજા કરી શકે તે તાત્પર્યાર્થ કેમ બિલકુલ ધ્યાનમાં લેવાતું નથી ? નાહકની હોહા કરવાથી શું લાભ? (૪) સાધુના મૃતકની ઉછામણી છેલ્લા દાયકામાં ચાલુ થઈ હોવાથી તેને કોઈ શાસ્ત્રીય પાઠ મળી શકે નહિ. જે દેવદ્રવ્યમાં લઈ જવાની પરંપરા હોય તે શા માટે તે પરંપરાને માનનારાઓ સ્મારકામાં કે ક્યારેક જીવદયામાં પણ લઈ ગયા? કે જિનભક્તિ મહત્સવમાં લઈ ગયા? આ ચાર સિવાય પાટણમાં પૂ. પં. કાન્તિવિજયજી મ.સા.ના સ્વર્ગવાસની ઉછામણુની રકમ સાધુ-વૈયાવચ ખાતે ગઈ છે. આમ પાંચ પ્રવૃત્તિઓ જોવા મળે છે એ જ સાબિત કરે છે કે આ વિષયમાં કોઈની એકવાક્યતા નથી. વળી સંમેલનમાં ઉપસ્થિત શ્રમણએ તે જીવદયામાં લઈ જવાની પરંપરા તથા સ્મારકમાં લઈ જવાની પિતપતાની પરંપરા જણાવી ત્યારે સંમેલને “ભક્તોએ સ્વદ્રવ્યે જ સ્મારક અનાવવું,” તેમ જણાવીને ઉછામણુની રકમ જીવદયામાં લઈ જવાનું ઠરાવ્યું છે, - જો કે આ નિર્ણયે શાસ્ત્રનીતિથી કરવામાં આવ્યા છે પણ કેટલીક વાર તે ઔત્સર્ગિક શાસ્ત્રમાર્ગને બદલે આપવાદિક શાસ્ત્રમાર્ગની આચારણારૂપે તે તે દેશ, કાળની સ્થિતિને પણ આશ્રય ગીતાર્થ શ્રમણે લઈ શકે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy