SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૫જય થી ભાગને ગ્રંથસાહેબમાં જુદા જુદા ખંડોની શરૂઆતમાં મંગળાચરણરૂપે પણ મૂકવામાં આવ્યા છે. જેમકે १ ॐकार सतिगुर प्रसादि । १ ॐकार सतिनामु करतापुरखु गुरप्रसादि । १ ॐकार सतिनामु गुरसादि । १ ॐकार सतिनामु करता पुरखु निरभउ निरवैरु अकालमूरति अजूनी सैभं गुरप्रसादि । ૧. ફ્ ‘ : આદિમંત્રની શરૂઆતમાં પરમાત્માનું નામ એકડાની સંખ્યા ‘?’ વડૅ ‘એક' એવું જણાવ્યું છે. અહીં ‘એક’ને સંખ્યાવાચક વિશેષણ નથી સમજવાનું; પરંતુ પરમાત્માનું સંજ્ઞાવાચક નામ સમજવાનું છે. ગ્રંથસાહેબમાં પરમાત્માને ‘એક’ સંજ્ઞાથી ઠેરઠેર ઉલ્લેખ્યા છે. જેમકે — = ‘અંતર યાહ િસ્ક્રુ પછાખે'... (૬૦ ઓઅંકાર, રામકલી, ૫૦૧) - અંદર અને બહાર એક (પરમાત્મા)ને પિછાને...... Jain Education International સું જા ગાળે મેક' (રામકલી, મ૦ ૧) – આ એક (પરમાત્મા)નું રહસ્ય પામે...... " एक ऊपरि जिसु जनकी आसा, तिसकी कटीऐ जमकी फासा' (સુખમની, ગૌડી, મ૦ ૫) – એક (પરમાત્મા) ઉપર જ જેની આશા છે, તેને યમપાશ કપાયા જાણા પરમાત્માનું ‘એક’ એવું નામ કહેવાથી એમ સૂચિત થાય છે કે, તે જ કેવળ છે, એમના ઉપરાંત બીજું કોઈ નથી. તેમ છતાં એ ‘એક’ જ આ સૃષ્ટિના કર્તાપુરુષ છે; અર્થાત્ એ ‘એક' જ સૃષ્ટિરૂપે દેખાતા સર્વ અનેકત્વનું મૂળ છે - આધાર છે. ૨ ‘ૐાર” : આદિમંત્રમાં ‘એક’ પછી પરમાત્માની બીજી સંજ્ઞા ‘કાર’ આપી છે. ખરી રીતે ‘એક' સંજ્ઞામાં રહેલા ભાવાની વ્યાખ્યા કરનાર સંશા જ ‘ૐકાર’ છે. ‘ૐકાર’ની મહત્તાનાં અનેક પદો ગુરુગ્રંથમાં છે. તેમાંય રામકલી રાગમાં (મ૦ ૧) ‘દખણી અંકાર' નામનું ૫૪ પદોનું આખું સૂક્ત જ છે. તેમાં શરૂઆતમાં જ ગુરુ નાનક જણાવે છે ॐ कारि ब्रहमा उतपति, ॐकारु कीआ जिनि चिति. ॐ कारि सैल जुग भए, ॐ कारि वेद निरमये । ॐ कारि सबदि उधरे, ॐकारि गुरमुखि तरे ॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy