SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાનથી પ્રભુના દર્શન કરી ધરણેન્દ્ર ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પ્રભુ ભક્તિથી પદ્માવતી સાથે ત્યાં આવ્યો. ઉપદ્રવ દૂર કરીને મેઘમાળીને ધમકાવ્યો, સમજાવ્યો. મેઘમાળીને પસ્તાવો થયો અને તે સમ્યગ્દર્શન પામ્યો. પ્રભુની સ્તવના કરી ક્ષમા માંગી, તે પોતાના સ્થાને ગયો. હવેથી તેના લેષની પરંપરા સમાપ્ત થઈ ગઈ. કેવલજ્ઞાન - કેવલજ્ઞાની પ્રભુવિહાર કરતાં દીક્ષા બાદ ૮૪ દિવસ પછી કાશી નગરની બહાર ઘાતકીવૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાનમાં ફાગણ વદ - ૪, ના દિવસે અઠ્ઠમતપ કરી ઊભા રહ્યા અને ત્યાંજ ક્ષપકશ્રેણી પર ચઢી શુક્લ ધ્યાનથી ૪ઘાતિકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. [ પાર્શ્વનાથ ભગવાનનો ૩૩ મુનિઓ સાથે મોક્ષ. પ્રભુ અષ્ટ મહાપ્રાતિહાર્યથી યુક્ત બન્યા. સમવસરણની રચના થઈ. અશ્વસેન રાજા, વામાદેવી, પ્રભાવતી વગેરે ત્યાં આવ્યા. ત્યાં દેશના સાંભળી વૈરાગ્યભાવમાં આવવાથી રાજા, રાણી અને પ્રભાવતી આદિએ દીક્ષા લીધી. પ્રભુના શુભ આદિ દશ ગણધર બન્યા. પાર્શ્વયક્ષ અને પદ્માવતી અધિષ્ઠાયકદેવ દેવી બન્યા. પાર્થપ્રભુએ શાસનની સ્થાપના કરી. પાર્શ્વનાથ પ્રભુના પરિવારમાં ૧૬૦૦૦ સાધુ, ૩૮૦૦૦ સાધ્વીજી, એક હજાર કેવલી, ૧૬૪000શ્રાવક અને ૩,૭૭૦૦૦શ્રાવિકાઓ હતી. Jain Education International For Personal & Private www.jain library.org
SR No.005650
Book TitlePas Sankheshwara Sar Kar Sevaka
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy