SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તણી પણliળ (Tunી રજૂળsી પૂજા થશે છે. કલિકુંડ તીર્થ - પ્રભુ વિહાર કરતાં કરતાં કાદંબરી નામના જંગલમાં આવ્યા. ત્યાં કુંડ નામનું મોટું સરોવર હતું, તેમાં કમળો ખીલેલાં હતાં. તેની બાજુમાં કલિ નામનો પર્વત હતો. પ્રભુ કુંડ સરોવરના કિનારે કાઉસગ્ગ મુદ્રામાં ઊભા રહ્યા. ત્યાં એક જંગલી હાથીએ આવીને સરોવરમાંથી પોતાની સુંઢમાં પાણી ભરી પ્રભુનો અભિષેક કર્યો. પ્રભુના ચરણે કમળો ચઢાવ્યા. હાથી મરીને દેવગતિમાં ગયો. તે સ્થાન કલિકુંડ તીર્થ બની ગયું. અહિછત્રાનગરી :- ત્યારબાદ પ્રભુએ કૌસ્તુભ વનમાં પ્રવેશ કર્યો. ત્યાં ત્રણ દિવસ સુધી પ્રભુ ધ્યાનમગ્ન રહ્યા. ધરણેન્દ્ર સર્પરૂપ કરી પોતાની ફણાથી છત્ર ધર્યું. તેથી ત્યાં ધરણેન્દ્ર અહિછત્રાનગરી વસાવી. મેઘમાળીનો ઉપસર્ગ અને સમ્યગદર્શના ત્યાંથી પ્રભુ વિહાર કરીને એક વડલા નીચે ધ્યાનમાં રહ્યા. કમઠનો જીવ મેઘમાળી દેવ બની પોતાના પહેલાના દ્વેષભાવને વિભંગ જ્ઞાનથી જાણીને ક્રોધિત થઈ ગયો. કેશરી સિંહ, હાથી, સર્પ, વૈતાળ વગેરે અનેક પ્રકારના ઉપસર્ગો કરવા લાગ્યો. પ્રભુ અડગ રહ્યા. છેવટે થાકીને મુશળધાર વરસાદ વરસાવી ચારે બાજુ તેણે જળબંબાકાર વાતાવરણ કરી દીધું, પ્રભુની નાસિકા સુધી પાણી આવી ગયું. પ્રભુતો નિશ્ચલ રહ્યા. મેઘમાળ પાર્શ્વનાથ 'ભગાશ્રમનો પસ કરે છે અને પદ્માવતી, ભક્તિ કરે છે ET Nain Education Internation For Personal d ata Oil watermelo 27
SR No.005650
Book TitlePas Sankheshwara Sar Kar Sevaka
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy