SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ચારે બાજુ જોરદાર પ્રચાર -પ્રસાર થવા માંડયો. હજારો લોકો હાથમાં ફલ અને નૈવેદ્ય લઈને કમઠ તાપસને ત્યાં જવા માંડયા. પાર્થકુમારે લોકોને પૂછ્યું કે, ક્યાં જાઓ છો? ત્યારે તેઓએ કહ્યું કે "કમઠ તાપસ પાસે" એમ જાણતાં ત્યાં બેઠા બેઠા જ પ્રભુને અવધિ જ્ઞાનથી કમઠને જોયો અને ઘોડા પર સવાર થઈને ગયા. ત્યાં જઈ તેને સમજાવ્યું કે, 'દયા ધર્મનું મૂલછે અને તું જે પંચાગ્નિ તપ કરે છે, તેમાં સળગતાં લાકડામાં પંચેન્દ્રિય સર્પ છે. આવી રીતે દયારહિત ધર્મ ફક્ત કાયકષ્ટ માત્ર છે ઈત્યાદિ સમજાવવા છતાં કમઠની પક્કડ નછૂટી. ત્યારે નોકર પાસે લાકડું અગ્નિમાંથી ખેચી કઢાવ્યું અને ચીરાવ્યું, તો તેમાંથી અર્ધદગ્ધ સર્પ બહાર કઢાવી બતાવ્યો. નોકરે નવકાર મંત્ર સંભળાવ્યો. શાંત ચિત્તે સાંભળીને તે સર્પ ધરણેન્દ્ર દેવ થયો. કમઠ લોકો દ્વારા તિરસ્કાર પામ્યો. તેથી તે દ્વેષ કરતો થકો જંગલમાં જતો રહ્યો. લોકો પ્રભુની પ્રશંસા અને કમઠની નિંદા કરવા લાગ્યા, પણ પ્રભુ તો સ્વપ્રશંસાથી કે પરનિંદાથી જરાએ લેવાયા નહિ. મધ્યસ્થ ભાવે જ રહ્યા અને કમઠની ભાવદયા ચિંતવી. કમઠ મરીને મેઘમાલી દેવ થયો. પાર્થપ્રભુની દીક્ષા એક વખત પાર્શ્વકુમાર વસંતઋતુમાં પ્રભાવતી સાથે નગરના ઉદ્યાનમાં ગયા. ત્યાં ફરતાં ફરતાં તેણે એક મહેલમાં આવ્યા અને ત્યાં ભીતોં પર ચિતરેલા ચિત્રો જોતાં જોતાં તેમની નજર નેમિનાથ અને રાજીમતીના ચિત્ર ઉપર પડી. તેમાં જાનૈયાઓને જમાડવા માટે ભેગા કરેલા પશુઓને જોઈ દયાથી નેમિનાથ રથ પાછો વાળી રહ્યા છે. તે જો તાં પાશ્વ કુમાર તીવ્ર વૈરાગ્યવાળા બની ગયા. એમ તો પાર્શ્વકુમાર નેમિકુમારના જાનનું ચિત્ર જુએ દે Jai Education Intematonal For Personale per ate Use only 25. nelibrary
SR No.005650
Book TitlePas Sankheshwara Sar Kar Sevaka
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy