SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ યવનરાજા તત્વ સમજી ગયા. મંત્રીઓની સલાહને માન્ય રાખી તેણે પાર્થકુમાર પાસે ક્ષમા માંગી. પાર્થકુમારે ક્ષમા આપી યવનરાજાને પોતાના | રાજ્યમાં સુરાજ્ય કરવાની ભલામણ કરી. કારણે પાર્શ્વકુમાર તો રાજ્યાદિનાનિસ્પૃહી હતા. દૂતે કુશલસ્થ નગરમાં પ્રવેશ કરીને પાર્થકુમારનો વિજય થવાથી બધી હકીકતપ્રસેનજિતરાજાને જણાવી. તે સાંભળી રાજાપ્રસન્ન થયો. ત્યારબાદ પ્રસેનજિત રાજાએ પાર્થકુમારને વિનંતિ કરી કે "મારી પુત્રી પ્રભાવતી સાથે લગ્ન કરો." ત્યારે પાર્થકુમારે કહ્યું કે, હું તો પિતાની આજ્ઞાથી તમારી રક્ષા માટે આવ્યો છું. પરણવા માટે નથી આવ્યો. તેથી હવે હું એમને એમપિતા પાસે જઈશ" તેથી પ્રભાવતીને લઈને પ્રસેનજિત્ રાજા વારાણસી તરફ પાર્શ્વકુમાર સાથે ગયા.ત્યાં પોતાની પુત્રીને અશ્વસેન રાજાને પુત્રવધુ તરીકે સ્વીકારવા માટે અતિઆગ્રહ કર્યો. ત્યારે અશ્વસેન રાજાની આજ્ઞાથી પોતાના ભોગાવલી કર્મોખપાવવાના માટે સ્ત્રીથી વિરક્ત હોવા છતાં પ્રભાવતી સાથે પાર્શ્વકુમારે લગ્ન કર્યા. પાર્થકુમારે વિરક્તભાવે સાંસારિક સુખ ભોગવતાં પણ કર્મ નિર્જરા કરી છે. તીર્થંકર પરમાત્મા જે જે પ્રવૃત્તિઓ કરે છે, તે તે પ્રવૃત્તિમાં સભાન અવસ્થા હોવાથી કર્મનિર્જરાજ થાયછે. આ બાજુ કમઠનો જીવ નરકમાંથી નીકળી મનુષ્ય બન્યો, આ ભવમાં પણ તેનું નામ કમઠ પડયું. તે તાપસ બની ગયો. લોકો બાહ્યતપ વગેરેથી આકર્ષિત બની જાય છે. તેથી તેના હજારો ભક્તો બની ગયા. કારણ કે સામાન્ય લોકોમાં આંતરદૃષ્ટિ હોતી નથી, તેથી તેઓ બાહ્યક્રિયાથી પ્રભાવિત બની જાય છે. કમઠ ફરતો ફરતો વારાણસી નગરીની બહાર આવીને ચારે બાજુ ફરતાં પાંચ અગ્નિકુંડ રાખી અગ્નિ તપ કરે છે પાWકુમાર કમઠને અગ્નિમાં . અને જાપ જપે છે. તેના પ્રભાવનો છે. બળતો સર્પ બતાવે છે. આ Education Interional Private Use Only www.jainelibrary.org For Personal 20
SR No.005650
Book TitlePas Sankheshwara Sar Kar Sevaka
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy