SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આવી મિંદરા કોઈ પણ સંજોગમાં પેટમાં પધરાવી શકાય નહિ. કેટલાક કથાપ્રસંગો : A. એક સ્થાનમાં મારું પ્રવચન હતું. પ્રવચન બાદ એક ભાઈ જાહેરાત કરવા માટે માઈક પર ઉભા થયા હતા. પ્રવચન બાદ બહારથી આવેલા કેટલાક યુવાનો મને પૂછવા આવ્યા હતા કે સાહેબ ! ઓલા માઈક પર ઉભા થયેલા ભાઈ કોણ હતા ? મેં કહ્યું કેમ તમારે શું કામ છે ? ના, ના, અમારે તો કોઈ કામ નથી, પણ એ જ્યારે જાહેરાત કરી રહ્યા હતા ત્યારે અમારી આગળની લાઈનમાં બેઠેલા અહીંના લોકલ યુવાનો બોલતા હતા કે ‘આ સાલ્લા બેવડાને કોણે ઉભો કર્યો ? મેં કહ્યું, ના હોય ! અરે સાહેબ ! બિલકુલ સચ્ચ વાત છે. અમે કાનોકાન સાંભળ્યું છે. એટલામાં તો પેલા લોકલ યુવાનો મારી પાસે આવ્યા. મેં ખુલાસો માગ્યો તો કહે કે તદ્દન સાચ્ચી વાત છે. આ માણસ રોજ પીએ છે. ચીક્કાર પીએ છે. એનો છોકરો પણ પીએ છે. બન્ને જણા ડ્રીંકર છે અને વળી પાછો આ જ માણસ અમારા સંઘનો પ્રમુખ છે ! પૈસાના જોરે સાલ્લા કેવા માણસો કઈ જગ્યાએ ઘૂસી ગયા છે ! એને માઈક પર ઉભા થતા શરમ નથી આવતી. પીનારા માણસને કોઈ મોંઢામોઢ ભલે ના કહેતું હોય કે ‘વાઘ ! તારૂં મોં ગંધાય છે,' પણ આવા ઢીંચનારાઓની સંઘમાં, સમાજમાં કોઈ ઈજ્જત હોતી નથી. ‘હા' ડ્રીંકરોની જમાતમાં એકબીજાના ગુણ ગવાતા હોય તો ના નહિ. ઊંટના લગ્નના માંડવે ગધેડાઓ ગીત ગાય એટલે કંઈ કેમલ રૂપાળો નથી થઈ જતો અને ઊંટીયો ગધેડાઓને ગીત માટે વન્સમોર આપે એટલે ડોંકી કંઈ પોપ સિંગર નથી બની જતો ! શું સમજ્યા ? B. ઈ.સ. ૧૯૯૫માં શાહપુર કોમર્સ કૉલેજના કેમ્પ્સમાં ત્રિદિવસીય શિબિરનું આયોજન થયું હતું. ગામોગામથી અનેક યુવાનો આવ્યા હતા. કેટલાક સ્વયંભૂરીતે કશુંક પામવા માટે આવ્યા હતા. કેટલાક ફ્રેન્ડઝ સર્કલના કારણે આવ્યા હતા. તો કેટલાકને ઘરેથી પરાણે ધકેલવામાં આવ્યા હતા. શિબિરના બીજા દિવસની રાત્રે શિબિર સ્થળથી ૨ કિ.મી. દૂર શાહપુર ગામના એક બારમાં જરા બબાલ થઈ ગઈ હતી. એક યુવાને ભાન રાખ્યા વિના પેગ પર પેગ ચડાવે રાખ્યા પછી જ્યારે પેમેન્ટ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે તેની પાસે પૂરા પૈસા ન હતા. બારવાળાએ એને મારવા લીધો. કાંડા ઘિડયાળ કાઢી લીધું અને ઝગડો વધી ગયો. રસ્તે જતા કેટલાક પીઢ શ્રાવકોએ જોયું કે આ યુવક કદાચ શિબિરાર્થી તો નહિ હોય ? તે લોકો અંદર ગયા. તેમની કલ્પના સાચી પડી. એ યુવક શિબિર કેમ્પ્સમાંથી છાનેમાને નાસી જઈને અહિં પીવા માટે આવ્યો હતો. શ્રાવકોએ બારનું પેમેન્ટ ચૂકવીને ઘડિયાળ છોડાવી લીધું. તેને શિબિર સ્થળે લઈ આવીને પ્રેમથી પૂછવામાં આવ્યું કે તે આવું શા માટે કર્યું ? રોકડો જવાબ હતો મારે પીધા વિના ચાલતું નથી. એક વોલિન્ટીયરે કરડાકીથી કહ્યું કે જો ચાલતું નથી તો પછી અહિં શું કરવા આવ્યો ? આ પીવાની જગ્યા છે ? ડ્રીંકરે જવાબ આપ્યો, ના દોસ્ત ! અહિં ન પીવાય ! મારાથી અહિં ન અવાય. હું નોતો જ આવવાનો પણ મને ઘરેથી પરાણે મોકલવામાં આવ્યો છે. હું પંદર વર્ષનો હતો ત્યારથી મને આદત છે, આજે હું બાવીસ વર્ષનો છું. સાત વર્ષથી હેબીટ છે. હું પીધા વિના રહી શકતો નથી. મહારાજ સાહેબના પ્રવચનો એટલા બધા સરસ છે કે ન પૂછો વાત, પણ હું પીધા વિના બેસી જ શકતો નથી. પ્લીઝ ! મને હવે એક દિવસ રહેવા દો તો તમારી મહેરબાની ! હું છોડી દેવા માગું છું, પણ છોડી શકતો નથી. હું પ્રવચનોમાં રહું છું. ખૂબ રડું છું. મારે સુધરવું છે. સારા બનવું છે. પૈસા કમાવવા છે અને મારે દર મહિને પૂજ્ય ગુરૂદેવની નિશ્રામાં આવી શિબિરો કરાવવી છે, પણ હું આજે મજબૂર છું. પ્લીઝ ! વધુ નહિ મને એક દિવસ રહેવા દો. દરેક જણે સમજી રાખવું જોઈએ કે પહેલા માણસ બાટલીને પકડે છે. પછી બાટલી માણસને પકડી રાખે છે. એક છાંટો પણ પેટમાં નાખતાં સો સો વાર વિચાર કરજો.
SR No.005649
Book TitleResearch of Dining Table
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year2001
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy