SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લું પાનું -- ૩૮ પ્રભુ દરિશન સુખ સંપદા વિશાળ અને ગાઢ જંગલ હતું. ઘટાવાળા વૃક્ષોનો તો પાર નથી. એવા એક વૃક્ષની ડાળે માળો બાંધીને પોપટ અને પોપટી રહે છે. નાના-નાના ગરી ગયેલા ફળ આરોગે છે. જાંબુડાનાં ઊંચા ઊંચા વૃક્ષોના વચ્ચે આવેલા તળાવનું પાણી પીએ છે. આ પોપટ યુગલ તો ફરતારામ છે. એકબીજા સાથે પકડદાવ રમતાં હોય તેમ ઊડાઊડ કરતાં, એકવાર પાસેના જંગલમાં પહોંચ્યાં. ત્યાં મનોહર સરોવર હતું. એની પાળ પરની ઓટલી પર એક નાનકડી દેરી જોઈ. દેરીના બે કમાડ ખૂલ્લાં હતાં. થાકેલી પોપટી એ કમાડ પર જઈ બેઠી. દેરીના ગર્ભગૃહમાં આછું અજવાળું હતું. વચ્ચે પીઠિકા પર ભગવાન ઋષભદેવની સૌમ્ય મૂર્તિ હતી. પ્રતિમાના ચહેરા પરના મલકાટ પર પોપટીની નજર પડી. આમ અચાનક નજર પડી અને મન મોહી ઊઠ્યું ! અહો ! આ ભાઈ કેવા રૂપાળાં બેઠાં છે ! સહેજે હલતાં પણ નથી ! અને મોં તો કેવું મલકે છે ! સુંદર દશ્ય જોયા પછી એ બીજાને કહેવાય ત્યારે જ ચેન પડે ! હજી આમતેમ ઊડતાં પોપટને અહીં આવવા, અવાજ દીધો ઃ જો ને ! કેવું સરસ છે ! પોપટ આવી સામેના બીજા કમાડ પર બેઠો ઃ સુંદર છે, પણ આ કમાડ પરથી દેખાય છે તેવું નહીં હોય ! પોપટી : આ કમાડ પરથી જોવામાં જ ખૂબી છે. કેવા સુંદર અને રળિયામણાં લાગે છે ! ઘણી વેળા થઈ. દર્શનની તૃપ્તિ માણી બન્ને પોતાના માળામાં જઈ પોઢી ગયા, જાણે સ્વપ્નમાં પણ એ મૂર્તિ નિહાળી રહ્યાં ! વળી બીજે દિવસે એ દેરીના કમાડ પર જઈ બેઠાં. આજે તો ચાંચમાં આંબાની મંજરી લઈ આવ્યા હતાં ! પ્રભુ ખૂબ પ્યારાં લાગ્યાં હતાં ! નિયમ એવો છે કે જે ખૂબ પ્યારું લાગે તેને કશુંક આપવાનું મન થઈ આવે; ને આપે. સામો પક્ષ તે ગ્રહણ કરે ત્યારે તો મન રાજી-રાજી થઈ જાય ! પછી તો આમ, રોજ-રોજ તળાવને કાંઠે આવવાનું. પાણી પીને આ મંદિરના કમાડની ટોચે ગોઠવાઈ જવાનું. ટિકી-ટિકીને પ્રભુને નિરખવાનું જાણે વ્યસન થઈ ગયું ! માત્ર પ્રભુ ગમી ગયા. પછી પ્રભુ જ ગમી ગયા ! અને છેલ્લે પ્રભુ સિવાય કશું જ ન ગમવા લાગ્યું. પ્રભુની પ્રસન્ન મુખ-મુદ્રા, શાંત-સ્વસ્થ ટટ્ટાર બેઠક, મરક-મરક હસતી મોંફાડ. વેરીનું વેર પણ શાંત થઈ જાય તેવું ચો-તરફ ફેલાયેલું પવિત્ર આવરણ --આ બધા સમેત, મનમોહક વાતાવરણે મનમાં માળો બાંધી દીધો. મન તેના પર ઓવારી ગયું. મનનાં ખૂણે ખૂણામાં પ્રભુ જ વસી ગયા. આ પોપટ-પોપટીના સાત ભવ થયા. બધે વખતે ઉન્નત સ્થિતિને પામ્યાં. પછી તો જનમના ફેરામાંથી જ છૂટકારો થઈ ગયો. ગમી ગયેલા પ્રભુએ કેવી કમાલ કરી ! આ પ્રભુ દરિશનનો પ્રભાવ છે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005636
Book TitleChellu Panu
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy