SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ “સમુચ્ચય-વયચર્યા શ્રીમદ્ના નાના ભાઈ મનસુખલાલે “રાજજયંતી વ્યાખ્યાનની તેમની પ્રસ્તાવનામાં, “શ્રીમદ્ રાજચંદ્રના વિચારોનાં પૃથક્કરણપૂર્વક હાર્દો શોધવા માટે અને પછી તેને એક જીવનવ્રતના ઘાટમાં મૂકવા માટે” (તેમના સમગ્ર અક્ષરદેહના સાધનો ઉપયોગ કરીને) પ્રયત્ન થવો જોઈએ, એમ ઠીક કહ્યું છે. આ પ્રકારે પોતાના સમુચ્ચય-વયની ચર્યાનું પોતે જ વિહંગાવલોકન કરીને, “સમુચ્ચય-વર્ય-ચર્યા” નામથી આત્મ-સમીક્ષા કરતી એક નાનકડી નોંધ શ્રીમદ પિતે, તેમના ૨૩ માં વર્ષ દરમિયાન, તે મથાળે લખેલી મળે છે. (તેની લખ્યા-મિતિ બતાવી છે – મુંબઈ, કારતક સુદ, ૧૫, ૧૯૪૬; એટલે કે, તેમની ૨૩મી જયંતી) આ ઉમરનું તેમનું આ આત્મ-નિવેદન કવિની પ્રતિભા અને વિભૂતિ કેવી હતી, તે બતાવે છે. તે જ્ઞાનયોગી હતા અને પોતાનું સૂક્ષ્મ આત્મ-પરીક્ષણ કરતા રહેતા નવજુવાન જાગ્રદાત્મા હતા, એમ તે ટૂંકી આત્મકથા પરથી પણ જણાઈ આવે છે. તેમાં તે એમના જીવનનાં પ્રથમ ૨૨ વર્ષને સૂમ નકશો – તેની ટૂંકી રૂપરેખા આપણને દોરી આપે છે, એમ માનીએ. - શરૂમાં જ તે જણાવે છે કે, “આજે મને સામાન્ય* ગણતરીથી ૨૨ વર્ષ પૂરાં થયાં. ૨૨ વર્ષની અલ્પ વયમાં મેં અનેક રંગ આત્મ સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં અને ધન સંબંધમાં દીઠા છે. - એટલે કે, પૂજન્મોનાં વસો ન ગણતાં, એ અલૌકિક ગણતરીથી વાત ન કરતાં, એમ સૂચવવા “સામાન્ય ” વિશેષણ વાપરતા લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy