SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભકત મહારંભ, મહા-પરિગ્રહ, કોધ, માન, માયા, લેભ કે એવું તેવું જગતમાં કંઈ જ નથી. એમ વિસ્મરણ-ધ્યાન કરવાથી પરમાનંદ રહે છે. તેને ઉપરનાં કારણોથી જોવાં પડે છે, એ મહા ખેદ છે. અંતરંગચર્યા પણ કોઈ સ્થળે ખોલી શકાતી નથી. એવાં પાત્રોની દુર્લભતા મને થઈ પડી એ જ મહા દુઃખમત્તા કહો.” (શ્રી. ૧-૨૨૨-૩) આ કાળે સાધક સત્સંગ, સગુરુ, સમરસિક સહસાધકની મૈત્રી ઇ૦ વસ્તુઓ સહેજે ઝંખે છે; અને એનું દુ:ખ જ એને રહે છે. આ જ સ્થિતિ જ્ઞાની ભક્ત-પદની પરમ પ્રપત્તિના ઉદયકાળની સ્થિતિ છે. અને કવિ તે સ્થિતિની ઝાંખી પામે છે, જેને માટે ગીતાકાર (૭-૧૮) કહે છે–જ્ઞાન વામૈવ મે મતમ્ II ધર્મજાગૃતિનાં એમનાં આ વર્ષોમાં તેમણે ઊંડું આત્મ-મંથન તથા શાસ્ત્રજ્ઞાન માટે ચિંતનમનન કરીને અંતરમાં નિષ્ઠા મેળવી. તથા બીજી તરફ એમને સમરસિક અનેક મિત્રોને સત્સંગ પણ મળ્યો. કેટલાક લોકો એમની પાસે ધર્મજિજ્ઞાસાથી આવતા, તેમનાં તે શંકા-સમાધાન કરતા, અધ્યાત્મશાસ્ત્રનાં સનાતન સત્યો પોતે જે રીતે સમજતા હતા તે (કહો કે, તે વિષયના વડા વિદ્યાર્થી પેઠે) તેમને સમજાવતા. ગાંધીજી આ વેળા દક્ષિણ આફ્રિકા હતા. બેઉની ઓળખાણ તો આ અગાઉની થઈ હતી. ગાંધીજી માટે આ વર્ષે ભારે ધર્મમંથનનાં હતાં. દક્ષિણ આફ્રિકાના ખ્રિસ્તી સમાજમાં તેમને સ્વધર્મ વિશે શંકાઓ ઊઠતી. એના નિવારણ સારુ એમણે શ્રીમદ્નું શરણ ખેળ્યું; અને, એથી પોતે ધર્મપરિવર્તન કરતા અટકયા ને હિંદુધમાં પોતાની શ્રદ્ધા પુન: સ્થાપિત થઈ, એમ એમણે એકરાર કર્યો છે. જ્ઞા૦-૩, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy