SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભકતની પ્રતિભા જીવાત્મા હતા. આ કાળના તેમણે કેટલાક તેમના પત્રોમાં અંતે સહી કરતાં આ ભાવ પ્રકટ કર્યો છે. જેમ કે, તેમણે આવી રીતે સહી કરી છે - વિ૦ રાયચંદના પુરુષોને નમસ્કાર સમેત પ્રણામ વાંચશે.” (શ્રી, ૧ - ૨૦૪) “વિ૦ ધર્મજીવનના (ધર્મોપજીવનના) ઇચ્છક રાયચંદ રવજીભાઈના વિનયભાવે પ્રશસ્ત પ્રણામ.” (સદર, પા૦ ૨૧૬) આવા પરપોની મનોદશા ઊંડા વિષાદરૂપ અંધકારમાં પુરાયા જેવી હોય છે; અને તે જ ભૂમિમાં શાનદયની ઘડી સંતાયેલી હોય છે. કવિએ આ કાળની પોતાની દશાનું આવું ચિત્ર તે સમયનાં તેમનાં લખાણમાં નોંધેલું મળે છે; તે પરથી ટૉલ્સ્ટૉયની જ્ઞાન-ધર્મોદય વેળાની કારમી સ્થિતિ યાદ આવે છે. ટૉસ્ટોય તેમના જીવનના ઉત્તરાર્ધમાં આવી અકળામણની અંધારઘાંટીમાં સપડાયા, ત્યારે તેય આત્મઘાત સુધી જવાની તૈયારીમાં હતા, એવું આત્મનિવેદન મળે છે. અહીંયાં ગાંધીજીએ પોતાના આત્મઘાતનો અનભવ-પ્રસંગ “આત્મકથામાં ટાંક્યો છે, તે પણ અભ્યાસીઓ યાદ કરી શકે. જીવનમાં સત્ય-પ્રયત્નશીલ ઉત્કટ આત્માઓને ઊંડા અજ્ઞાત -આત્મમંથનકાળે કેવું કેવું થઈ જાય છે, તે બતાવતી આ બાબતે છે. કવિશ્રીના જીવનમાં તેમના લગ્ન પછીનાં ત્રણ ચાર વર્ષ આ પ્રકારની હૃદયગ્રંથીની અઘરી ઘાંટીનાં ગયા લાગે છે. આ સમયની તેમની આંતરદશાને આબેહુબ ચિતાર આપતી તેમણે કરેલી એક નોંધ (વિ૦ સં. ૧૯૪૫) સાધનાર્થીઓએ જોવા જેવી છે. તે કહે છે:- . . દુખિયા મનુષ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય, તે ખચિત તેના શિરોભાગમાં હું આવી શકે. આ મારાં વચને વાંચીને કોઈ વિચારમાં પડી જઈ, ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે, અને કાં તો ભ્રમ ગણી વાળશે. પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. - “તમે મને સ્ત્રી સંબંધી કાંઈ દુ:ખ લેખશો નહિ, (લક્ષ્મી, કીર્તિપુત્ર સંબંધી લેખશે નહિ; ભય સંબંધી લેખશો નહિ, અથવા સર્વથી લેખશે નહિ; મને દુઃખ બીજી રીતનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy