SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચિત સંતોષપાત્ર પણ નથી- તે માત્ર મધ્યમ છે; અને તે મધ્યમ. હોવાથી પણ મારી કેટલીક ઉદાસીન વૃત્તિની સહાયતા છે. તે “ તત્ત્વજ્ઞાનની ગુપ્ત ગુફાનાં દર્શન લેતાં ગૃહાશ્રમથી વિરક્ત. થવાનું અધિકતર સૂઝે છે, અને ખચિત તે તત્ત્વજ્ઞાનને વિવેક પણ આને ઊગ્યો હતો; કાળના બળવત્તર અનિષ્ટપણાને લીધે, તેને યથાયોગ્ય સમાધિ-સંગની અપ્રાપ્તિને લીધે, તે વિવેકને, મહાખેદની સાથે, ગણ કરવો પડ્યો; અને ખરે! જો તેમ ન થઈ શકહ્યું હતું, તે તેના (પત્રલેખકના) જીવનને અંત આવત.. જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરવો પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે; બાહ્ય તેની પ્રાધાન્યતા રાખી શકાતી નથી, એ માટે અકથ્ય ખેદ થાય છે; તથાપિ જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે. “કોઈ કોઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે; તે વેળા તે વિવેક પર કોઈ જાતિનું આવરણ આવે છે, ત્યારે આત્મા બહું જ મુંઝાય છે. જીવનરહિત થવાની – દેહત્યાગ કરવાની દુ:ખસ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે; પણ એવું ઝાઝો વખત રહેતું નથી; અને એમ જ્યારે રહેશે ત્યારે ખચિત દેહત્યાગ કરીશ, પણ અસમાધિથી નહીં પ્રવતું, એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે. (શ્રી. ૧- ૨૪૨) : : , પૂર્વજન્મની નિયતિને કારણ માની, આમ ગૃહાશ્રમ અંગીકાર કરવામાં કવિએ મનમાં એક પ્રકારનું સમાધાન મેળવ્યું હતું, અને તેમાંથી આગળ વધવાનો પ્રયત્નવાન બન્યા હતા. સાધક-જીવનમાં તે પ્રયત્નનું સ્વરૂપ જાણીતું છે... માણસે જીવનમાં સુકૃતી કે પુણ્યકર્મી બનવું જોઈએ – એ ધર્મનાં પ્રમાદૂ ન રાખવું જોઈએ. કવિશ્રી આવી પવિત્ર જીવન ક વન કરીને જીવનમાં વણાર જાગ્રત વિવેકશાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy