SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ જ્ઞાની ભક્તની પ્રતિભા શ્રી. જૂઠાભાઈના અવસાન સંબંધી સં. ૧૯૪૬ ના વૈશાખ સુદ ૩ ના રોજ શ્રી. રાજચંદ્ર લખે છે: આ ઉપાધિમાં પડયા પછી જો મારું લિંગદેહજન્ય જ્ઞાનદર્શન તેવું જ રહ્યું હોય; — યથાર્થ જ રહ્યું હોય, તો જૂઠાભાઈ અષાઢ સુદ ૯ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ · ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે એમ તે જ્ઞાન સૂચવે છે.” પછી શ્રી. રાજચંદ્રે અષાઢ સુદ ૧૦ ને રોજ લખ્યું છે: “ લિંગદેહજન્ય જ્ઞાનમાં ઉપાધિને લીધે ત્કિચત્ ફેર થયા જણાયા. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા. ” શ્રી. રાજચંદ્રે આશ્વાસનપત્રમાં શ્રી. જૂઠાભાઈની અંતરંગદશા આ પ્રમાણે વર્ણવી છે: “ મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ ગઈ હતી, વીતરાગનો પરમ રાગી હતા, સંસારનો પરમ જુગુપ્સિત હતા, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યક્દ્ભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી. એવા એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. . એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી.” 48217 ...... ખંભાતથી એક વખત શ્રી. અંબાલાલ લાલચંદ વગેરે ભાઈઓ લગ્નપ્રસંગે અમદાવાદ આવેલા. તે સરખી ઉંમરના હોવાથી શ્રી. જૂઠાભાઈને વરઘેાડામાં તેડવા માટે શ્રી. જૂઠાભાઈને ઘેર ગયા. પરંતુ શ્રી. -જૂઠાભાઈ શ્રી. રાજચંદ્રના ભક્તિસ્તવનમાં જ લીન હતા; એટલે પેલા પણ વરઘોડામાં જવાને બદલે શ્રી. જૂઠાભાઈ પાસે શ્રી. રાજચંદ્રના ગુણગાન સાંભળવા જ બેસી ગયા. શ્રી. જૂઠાભાઈએ તેમને શ્રી. રાજ-ચંદ્રના પત્રા વાંચી બતાવ્યા. તેઓએ ત્યાં ને ત્યાં તેમની નકલ કરી લીધી. એ અંબાલાલ વગેરે પછી શ્રી. રાજચંદ્રના નિકટ અનુયાયી બન્યા, એ વાત આગળ આવશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy