SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ સં. ૧૯૪૪માં શ્રીમદ્ રાજચંદ્ર “મોક્ષમાળા' છપાવવા અમદાવાદ આવ્યા હતા. તે બાબતમાં સલાહ તથા મદદ માટે તે તેમના એક સ્નેહીનો ભલામણપત્ર શેઠ જેસંગભાઈ ઉજમશીભાઈ ઉપર લઈ આવ્યા હતા. તે પ્રમાણે શેઠ જેસંગભાઈએ પૂરતી મદદ શ્રી. રાજચંદ્રને કરી. હતી. તે દિવસો દરમ્યાન શ્રી. રાજચંદ્રને અમદાવાદમાં ઠીક ઠીક રોકાવું. પડ્યું હતું. શેઠ જેસંગભાઈને અવારનવાર વ્યવસાયને અંગે બહારગામ ગેરહાજર રહેવું પડતું, એટલે તેમણે પોતાના નાના ભાઈ જૂઠાભાઈને તેમની સરભરામાં મૂક્યા હતા. આ રીતે શ્રી. જૂઠાભાઈ શ્રી. રાજચંદ્રના પરિચયમાં આવ્યા. શ્રી. રાજચંદ્ર ઘણી વાર શ્રી. જૂઠાભાઈની દુકાને જતા આવતા, તથા બીજાના મનની વાત કહી બતાવવાના પ્રયોગો કરતા, એથી. તેમને વિનોદ ઊપજતો. એ અરસામાં શેઠ દલપતભાઈ ભગુભાઈને વડે શ્રી. રાજચંદ્ર અવધાનના પ્રયોગો પણ કરી બતાવ્યા હતા. આવી અદભુત શક્તિઓને કારણે જૂઠાભાઈ શરૂઆતમાં શ્રીમદ્ રાજચંદ્ર તરફ આકર્ષાયા હતા. પરંતુ ધીમે ધીમે પરિચય વધતો ગયો. તેમ તેમ તેમને શ્રી. રાજચંદ્રની સાચી મહત્તાનો પરિચય થતો ગયો. અને પૂર્વના સંસ્કારોને બળે તે તેમનાથી સાચી આધ્યાત્મિક જાગૃતિ પામ્યા. ત્યાર બાદ જ્યારે જ્યારે શ્રીમદ્ રાજચંદ્ર અમદાવાદ આવતા, ત્યારે શ્રી. જૂઠાભાઈને ત્યાં જ ઊતરતા. ધર્મ નિમિત્તે પરસ્પર પત્ર- વ્યવહાર પણ તેમને તેમની સાથે ઘણો થતો. પરંતુ સં. ૧૯૪૫-૪૬ આ દરમ્યાન જૂઠાભાઈની તબિયત લથડવા લાગી અને અષાઢ સુદ ૯ને. દિવસે તેમણે દેહત્યાગ કર્યો. ૨૫૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy