SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભકતની પ્રતિભા આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. આપ જો એ પ્રજ્ઞાપનીયતાએ આત્માની વ્યાખ્યા અવકાશાનુકૂળ દર્શાવે તો સંતોષનું કારણ થાય. આમાંથી એક અદભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે; પણ આપના વિચારો આગળથી કંઈ સહાયક થઈ શકશે, એમ ગણી આ પ્રયાચન કર્યું છે. ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો, તેમ રહ્યું છે. શાસ્ત્ર એ પરોક્ષમાર્ગ છે; અને ...* પ્રત્યક્ષમાર્ગ છે. આ વેળા એ શબ્દો મૂકી આ પત્રો વિનયભાવે પૂર્ણ કરું છું.....” (શ્રી. - ૨૧૮). આ પત્ર પછીથી કવિએ મુંબઈથી કાર્તિક સુદ ૭, ગુરુ, ૧૯૪૬” સેજ લખેલો પત્ર મળે છે, તેમાંથી જણાય છે કે, કવિએ ત્રિપાઠીને ““અષ્ટક” અને “યોગબિંદુ” એ નામનાં બે પુસ્તકો જોવા મોકલ્યાં, અને “યોગદૃષ્ટિસમુચ્ચય' તે પછીથી મેકલવા કહ્યું, અને લખ્યું કે, “અથથી ઇતિ સુધી અવલોકન કરવાને વખત મેળવ્યાથી મારા ઉપર એક કૃપા થશે. (જૈન એ મોક્ષના અખંડ ઉપદેશને કરતું, અને વાસ્તવિક તત્ત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં, કોઈ “નાસ્તિક’ એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી, એ આપને દૃષ્ટિમાં આવી જવાનું પ્રાયે બનશે તેથી.) . “ જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેવી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી; એ કંઈ કારણથી કહી જઈ, જૈન પણ એક પવિત્ર દર્શન છે, એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને. જ અહીં શબ્દ પડેલે બતાવ્યો છે. -મ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy