SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા લખાણો જોતાં જોવા મળે છે;–એ સમજવું અહીં આપણે માટે પ્રસ્તુત કહેવાય ખરું. આ ચર્ચાને અંગે બીજી એક વસ્તુ અહીંયાં જે નોંધપાત્ર છે તે કવિના તત્ત્વાવબોધ'ના પાઠોને અંતે આવેલું વાકય છે; જેમાં તે પોતાના એકાગ્રહ છતાં કહે છે કે, “.... સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ માન્ય ન કરો, પણ તત્ત્વ વિચારો.” ગીતામાં દૃઢભાવે પોતાનું બુદ્ધિયોગાનુશાસન કહેતાં છતાં, અંતે શ્રીકૃષ્ણ કહે છે, “વિશ્વેતદશેણ યથેચ્છસિ તથા ક૨.”(–મેં આ કહ્યું તે વિચારી લઈ તને ઠીક લાગે તે મુજબૂ વ.) એવું જ આ વાકય કવિની સ્વાત્મબુદ્ધિ પ્રામાણ્યની શ્રદ્ધા બતાવે છે. એટલું જ નહિ, ૧૭મા વર્ષથી આગળ જતાં કવિની આ મૂળ તવબુદ્ધિમાં પણ પરિ-સંશોધન થતું ગયું; એ બતાવે છે કે, કવિ કોઈ તત્ત્વજડતાવાળા નહોતા; ઉદારભાવે પોતાની પ્રતીતિને અંતરના ઊંડાણમાં ધ્યાન અને ચિંતન-મનન-નિદિધ્યાસન વડે સંશુદ્ધ પરિશુદ્ધ કરતા હતા. આ પ્રક્રિયા ખાસ કરીને, તેમણે વેદમત, ભાગવત, તથા ગીતાદિ અને વેદાન્તદર્શન વિષે વધુ મનન કર્યું, તે વિષેનાં લખાણોમાંથી વરતાઈ આવે એમ છે. એ વિષે અલગ પ્રકરણમાં હવે પછી જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy