SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ જૈનમત વિ૦ વેદમત પ્ર૦ – આટલું તે મને લાગે છે કે, મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે; પરંતુ જગત્કર્તાની તેઓ ના પાડે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે, તે વિષે કંઈ કઈ શંકા થાય છે કે, આ અસંખ્યાત દ્વીપસમુદ્રયુક્ત જગત વગર બનાવ્યું ક્યાંથી હોય? ઉ૦ – આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી, ત્યાં સુધી એમ લાગે છે, પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે. “સંમતિતર્ક' ગ્રંથને આપ અનુભવ કરશો, એટલે એ શંકા નીકળી જશે. ....” ઈશ્વર પ્રત્યે નાસ્તિકવાદને આ પ્રશ્ન જૈન તેમ જ બદ્ધ બંને દર્શને વિષે વેદમતવાદીઓએ કરેલો છે. જેના મતે આત્મતત્ત્વ સ્વીકારી ઈશ્વર-તત્ત્વ ઇન્કાર્યું; બૌદ્ધ-મતે બંને ઇન્કાર્યા. જૈન મતે કર્મ-પદાર્થને આત્માના પરમ આદર્શ શુદ્ધ સ્વરૂપ પર પડેલી કર્મરજ માની, કર્મને હિંસાનું સ્કૂલ ચિહન ગણી, તેને નિર્મળ કરતી સૂક્ષ્મ અહિંસાચર્યાને આચારવાદ રજૂ કર્યો, અને દેવાધિદેવ નિમિત્તે યજ્ઞાચારને નિષેધ્યો. બૌદ્ધ મતે સ્કૂલ કર્મને બદલે, તેને સ્થાને તેના બીજરૂપ વાસના કે વૃષ્ણાનું માનસતત્ત્વ ગ્રહણ કર્યું, અને એ દુ:ખમૂલનું પરમ નિર્વાણ કરવાના આંતર યોગનો ચિત્ત-પુરુષાર્થ પ્રમુખ સ્થાને ગણીને, પરમ દેવ તેમ જ આત્મા બંનેના બ્રાહ્મણવાદની ટપટપ કે ઘટપટ છોડી. એમ આ બંને ધર્મતત્ત્વદર્શનેએ વેદ-બ્રાહ્મણ-ધર્મતવદર્શનમાંથી વિશેષ ભેદ રૂપે નવાગ્રહસાધના પેદા કરી, એમ ધર્મતત્વદર્શનના ભારતીય ઇતિહાસ પરથી કહી શકાય. તેથી આ પ્રશ્ન અંગે આજ સુધી તુલનાત્મક ધર્મતત્ત્વાભ્યાસી લકો ચર્ચા કરે છે. એ મોટો પ્રશ્ન અહીંયાં કવિ-જીવનની સાધનાસમજવામાં પ્રસ્તુત ન ગણાય. પરંતુ એટલું નોંધવું ઘટે છે કે, જગત્કર્તા કે જગતના અંધિષ્ઠાન વિષેનો આ પ્રશ્ન કવિ તેમનાં આ વર્ષ પછીનાં ચિતન-મનનાદિમાં, અંતરમાં ઊંડે ઊતરીને, સેવે છે અને તેને વિષે કેવળ એકાંતિક જેનવાદી દૃષ્ટિવાળા નથી રહી શક્યા, એમ તેમનાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy